રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની વાર્ષિક સામાન્ય સભા, બીઝનેસ મીટ યોજાઇ

04:44 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની 47 મી વાર્ષિક સામાન્ય સભા તથા બીઝનેસ મીટ બીનોરી બુટિક હોટલ, અમદાવાદ ખાતે તારીખ 24/12/2023 ને રવિવારે મળી હતી. જેમાં ગુજરાતના દરેક જીલ્લા માંથી સભ્યોએ હાજરી આપી હતી. આ મિટિંગના સ્પોન્સર તુલીપ ટી તથા બેલસરી ટી બગીચાના અશોક અગ્રવાલ (ડિરેક્ટર) અને ગૌતમ નિમોડીયા (સી.ઇ.ઓ) આસામથી ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત કમલેશકુમાર ચોક્સી, હસમુખ અમીન (ડિરેક્ટર-ગુજરાત ટેસ્ટ લેબ પ્રા. લી.) અને મિલન બહેલ (સી.ઇ.ઓ-બીયોન્ડ એવરીથીંગ) અમદાવાદથી ઉપસ્થિત રહેલ હતા.
આ પ્રસંગમાં આવેલા તમામ મહેમાનોનું જીટીટીએના પ્રમુખ દિનેશભાઈએ આવકાર પ્રવચન આપી સ્વાગત કર્યું હતું. આ વાર્ષિક સામાન્ય સભામાં એસોસીએશનના બંધારણમાં સુધારા તથા વર્ષ દરમીયાનની કરેલ કાર્યવાહીનો અહેવાલ રજૂ કરતા સેક્રેટરી મનીષભાઈએ FSSAI તથા Weight & measurement ને લગતી માહિતી, એસોસીએશન તરફથી કરેલ FSSAI તથાweight & measurement વિભાગને કરેલ રજૂઆત અને તેમા મળેલ સફળતા વિષે, સાઉથ ઇન્ડીયાના ચાના બગીચાની મુલાકાત તથા ઉત્પાદન અંગે અને WhatApp Group બનાવીને સભ્યોને માહિતગાર કરવાની કામગીરી વિષે જણાવ્યુ હતું.
બીઝનેસ મીટમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની વેબસાઈટ www.gita.co.inનું લોન્ચિંગ પ્રમુખ દિનેશભાઈ કારીયાના હસ્તે કરવામાં આવેલ અને તેમને જણાવ્યું હતું કે, ઘણા વર્ષો થયા બધા સભ્યો મિત્રોનું આ એક સપનું હતું, તે આજે સાકાર થઈ રહ્યું છે. હું ભાગ્યશાળી છું કે, હું પ્રમુખ છું ત્યારે મારા હાથે આ વેબસાઈટનું લોન્ચિંગ થઈ રહ્યું છે. તમામ સભ્યો મિત્રોને આ વેબસાઈટ દ્વારા બિઝનેસને લગતી અનેક માહિતી આસાનીથી મળી જશે. તમામ સભ્યોને મારી વિનંતી છે, કે આપ અવશ્ય આ વેબસાઈટના માધ્યમથી ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન સાથે જોડાયેલા રહેશો. વેબસાઈટનું પ્રેઝન્ટેશન કારોબારી સભ્ય ચંદ્રકાંતભાઈ પ્રજાપતી, સુરત દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યુ. વેબસાઈટની સાથે સાથે એસોસિએશનના ફેસબુક પેજ GTTAAHM,, ટ્વીટર પેજ gtta 1976 અને યુટ્યુબ ચેનલ @GUJARAT TEATRADER SASSOCIATION જેવા સોશીયલ પ્લેટફોર્મની શરૂૂઆત કરવામાં આવી જેની ઉપસ્થીત સભ્યોએ આ ડીઝીટલાઇજેશન પ્લેટફોર્મની નોંધ લિધી હતી. અશોક અગ્રવાલે ચા ની ગુણવત્તા વિશે તથા ભારત માં ગુણવત્તા વાળી ચા ના વપરાશમાં વધારો થાય તે અંગે વિચારો રજૂ કર્યા હતા. કમલેશકુમારે ચા ના ઉદાહરણ દ્વારા સુખ અને આનંદની પરીભાષા વ્યક્ત કરી હતી. હસમુખભાઇએ FSSAI ના કાયદા અંગે સરળ શબ્દોમાં સમજ આપી સભ્યોને જાગ્રુત કર્યા હતા. મિલનભાઇએ પોડક્ટનાં બ્રાન્ડિંગ તથા માર્કેટિંગ વિષે રમુજી શબ્દોમાં જાણકારી આપી હતી.
આ સામાન્ય સભા ને સફળ બનાવનાર તમામ જીલ્લાના કારોબારી સભ્યો તેમ જ અલગ અલગ એસોસિએશન તરફથી જે સપોર્ટ આપવામાં આવ્યો તે બદલ સંસ્થાના સેક્રેટરી મનીષભાઈએ તમામનો આભાર માની રાષ્ટ્રગીતનું ગુજન કરીને સભાને વિસમ આપ્યો હતો.

Advertisement

Tags :
Annual General MeetingAssoc.Business Meet ofgujaratTeatraders
Advertisement
Next Article
Advertisement