For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અન્ન ભેગા એના મન ભેગા, રૂપાલા માટે બાવળિયા-બોઘરા એક પંગતમાં

01:23 PM Mar 19, 2024 IST | Bhumika
અન્ન ભેગા એના મન ભેગા  રૂપાલા માટે બાવળિયા બોઘરા એક પંગતમાં

રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂૂપાલાએ પંગતમાં બેસીને ભોજન લીધું હતું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના ઘરે પરશોત્તમભાઈ રુપાલાએ ભોજન લીધું હતું. ડોક્ટર ભરત બોઘરાના પિતા ખોડાભાઈ બોઘરા કમળાપુર ગામમાં રહે છે. પરશોત્તમભાઈ રૂૂપાલાની એક બાજુ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને બીજી બાજુ ડોક્ટર ભરત બોઘરા ભોજન કરતા જોવા મળ્યા હતા. જસદણ પંથકના બંને નેતાઓએ એક પંગતમાં બેસીને સાથે ભોજન લેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા જસદણ પંથકમાં બંને રાજકીય નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. જસદણ વિસ્તારમાં વારંવાર બંને નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે. વાંકાનેર બાદ જસદણ પંથકમાં પણ એક જ પંગતમાં બે નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement