અંતે અનિરૂધ્ધસિંહ જાડેજા ગોંડલની કોર્ટમાં સરેન્ડર
સજામાફીની કાનૂની લડાઇમાં નવો ટિવ્સ્ટ, ગઇકાલે સાંજે જેલ મુક્તિ એક અઠવાડિયા સુધી લંબાવ્યા બાદ સવારે હુકમને બ્રેક
પોલીસ સ્ટેશનમાં હાજરી નહીં પુરાવવાનો મૂદો ધ્યાન પર મૂકાતા કોર્ટે બાજી ઉંધી વાળી, જેલને બદલે કોર્ટમાં હાજર
સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચાવનાર 37 વર્ષ જુના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા કેસમાં આરોપી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને રાજય સરકારે આપેલી સજા માફી સુપ્રીમ કોર્ટે રદ કરી તા. 18 સુધીમા જુનાગઢ જેલમાં સરેન્ડર કરવા કરેલા હુકમ બાદ ગઇકાલે સુપ્રીમ કોર્ટે જેલમાં હાજર થવા એક અઠવાડીયાની મૂદત લંબાવી દીધી હતી પરંતુ આજે ઉઘડતી કોર્ટે અચાનક જ સુપ્રીમ કોર્ટે મૂદત વધારાનો હુકમ સ્ટે કરી આજે રાત્રે 8 વાગ્યા સુધીમા જેલમાં સરેન્ડર કરવા હુકમ કરતા અનિરૂધ્ધસિંહ જાડેજાને કાનુની ફટકો પડયો હતો. સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આજે બપોરે 3 વાગ્યે અનિરૂધ્ધસિંહ જાડેજાએ જુનાગઢ જેલના બદલે ગોંડલ કોર્ટમા સરેન્ડર કર્યુ હોવાનુ જાણવા મળે છે.
સુપ્રીમ કોર્ટે ગઇકાલે અનિરૂધ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે અઠવાડીયાની મૂદત લંબાવી દીધી હતી. આ માટે તેમના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમા અનિરૂધ્ધસિંહ કોર્ટની શરતો મુજબ દર આઠવાડીયે ગોંડલ પોલીસમાં હાજરી આપવા સહિતની શરતોનુ પાલન કરી રહયાનું જણાવ્યુ હતુ.
પરંતુ આજે સવારે ઉઘડતી કોર્ટે ફરીયાદી પક્ષે સુપ્રીમ કોર્ટ સમક્ષ રેકર્ડ સાથે હકિકત રજુ કરી અનિરૂધ્ધસિંહ જાડેજા કોર્ટની શરતો મુજબ પોલીસ સ્ટેશનમા હાજરી પુરાવતા નહીં હોવાનુ અને શરતોનો ભંગ કર્યાનુ જણાવતા સુપ્રીમ કોર્ટે ગઇકાલે સરેન્ડર થવા આપેલી અઠવાડીયાની વધારાની મૂદતનો હુકમ સ્ટે કરી આજે રાત્રે 8 વાગ્યા સુધીમા જ જેલમાં સરેન્ડર કરવા આદેશ આપેલ હતો. જેના પગલે અનિરૂધ્ધસિંહ બપોરે 3 વાગ્યે ગોંડલની કોર્ટમા હાજર થયા હતા. હવે ત્યાથી આગળની કાનુની કાર્યવાહી થશે તેવુ જાણવા મળે છે.
ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે જેમાં આજે સુપ્રીમ કોર્ટે ઝટકો આપીને અનિરુદ્ધસિંહ એક સપ્તાહ માટે સરેન્ડર થવાની મુક્તિ મળેલ હતી તેને સુપ્રીમ કોર્ટે પરત ખેંચી લીધી છે.આજે રાત્રિના આઠ કલાક સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. વધુ વિગત મુજબ ગોંડલ ખાતે 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા.કેસમા અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશકુમારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી.
આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી હતી. હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની મુક્તિના આદેશને ભૂલભરેલો ગણાવી અને જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
બાદ સુપ્રીમ કોર્ટમાં આવક અમને પડકારતા સુપ્રીમ કોર્ટે તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં કરવાનો આદેશ આપ્યો હતો. ગઈકાલે તારીખ 18 સપ્ટેમ્બર ના દિવસે જુનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ થઈ રહ્યા છે તેવી માહિતીના આધારે પોલીસ તેમજ મીડિયાના લોકો સવારથી જુનાગઢ પાસે ગોઠવાઈ ગયા હતા પરંતુ અનિરૂધ્ધસિંહ હાજર થયા નહોતા અને મોડી સાંજે એવી માહિતી મળેલી કે સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મુદે એક સપ્તાહની રાહત આપી. સુપ્રીમ કોર્ટ એક સપ્તાહનું એક્સટેન્શન રદ કરી આજ રાત સુધીમાં હાજર થઈ જવાનો આદેશ કરતા ફરી અનિરુદ્ધ સિંહ ની મુશ્કેલીમાં વધારો થયો છે.