અનિરૂધ્ધસિંહની સજા માફી રદ, 1 માસમાં સરેન્ડર કરવા હુકમ
પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા રદ કરવાના સરકારના હુકમ સામે હાઇકોર્ટે ઉઠાવેલા સવાલ
ગોંડલની સંગ્રામજી હાઇસ્કુલમાં 15મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં સંડોવાયેલા રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની આજીવન કેદમાંથી અપાયેલી જેલ મુક્તિને હાઈકોર્ટ દ્વારા રદ કરી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને તત્કાલીન એક મહિનામાં જ જેલમાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્વ.પોપટભાઈ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના તાત્કાલિક જેલ વડા ટી.એસ.બિષ્ટ દ્વારા કરવામાં આવેલ હુકમને હાઇકોર્ટે ફગાવી દેતા ચકચાર જાગી છે આ કેસમા અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા હાઇકોર્ટના હુકમને ઉપલી કોર્ટમા પડકારવા તજવીજ હાથ ધરાઇ છે.
રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને વહેલા મુકત કરી દેવાના નિર્ણયને સ્વ.પોપટભાઇ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ ને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પોપટભાઈ સોરઠીયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલાં વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદિત નિર્ણય અંગે હાઇકોર્ટમાં અરજી કરી પડકાર્યો હોય જેમાં કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવાયા હતા અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2018ના રોજ તત્કાલીન જેલોના અઉૠઙ ટી.એસ.બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી. જેની પાછળ એવું કારણ અપાયુ હતું કે, અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે.
આ કેસની એવી હકીકત છે કે, ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમ વખતે ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસમાં ટાડા એક્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 10 જુલાઈ 1997માં આ કેસમાં ટાડા એક્ટ હેઠળ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.
કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યામાં આજીવન કેદની સજામાં અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં સજા ભોગવતા હોય ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ જેલના વડા ટી.એસ બીષ્ટને પત્ર લખીને પિતાની સજા માફી કરી જેલ મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તાત્કાલિન ગુજરાત જેલના વડા ટી.એસ બીષ્ટે અનિરુધ્ધસિંહને જેલમાંથી મુક્ત કરવામાં હુકમ કર્યો હતો. પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી અને ગુજરાત જેલના વડા ટી.એસ બીષ્ટના હુકમ થી તેમને આજીવન કેદની સજા માંથી મુક્તિ મળી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી.
જની સુનવણીમાં બન્ને પક્ષના વકીલોએ કરેલી દલીલોને ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપી આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ અપાવવાના જેલ વડાના હુકમને ફગાવી દીધો છે. અને આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે.
કઇ જોગવાઇના આધારે સજા માફીનો લાભ અપાયો; સરકાર પાસે ખુલાસો માગતી કોર્ટ
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટ દ્વારા જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી.જોકે ત્યાર બાદ અનિરુદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા.અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ 29 જાન્યુઆરી 2018 ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી હતી. આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા હતા. સજા માફીની પડકારતી રીટ અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી.
દલીલ કરી હતી કે, 2017 માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટના ન્યાયધીશ એચ. ડી. સુથારે સરકારે કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ આપ્યો તેનો ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે. જેલ વિભાગ અધિકારીને અને સરકાર પક્ષ તરફથી સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે જાડેજાની સજા માફી રદ કરી તેની બાકીની સજા ભોગવવા માટે અનિરૂૂધ્ધસિંહ જાડેજાને ચાર સપ્તાહમાં સરન્ડર થવાનો હુકમ કર્યો છે.