અનિરૂધ્ધસિંહ સજા માફી સામે આંખ મિચામણાં કર્યા, સરકારની પણ સંડોવણી?
જેલ અધિક્ષકને સત્તા ન હોવા છતાં સજા માફી આપી દીધી, સરકારના મૌન અંગે હાઈકોર્ટની તીખી ટીપ્પણી, 2018 પછીનું સરકારનું વલણ શંકાસ્પદ ગણાવતી હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરતાં ચુકાદામાં સરકારની આકરી ઝાટકણી કાઢી છે. તત્કાલીન એડીશ્નલ ડી.જી.પી. ટી.એસ.બિષ્ટ દ્વારા સરકાર બનીને અનિરૂધ્ધસિંહ જાડેજાની સજામાફી કરાઈ હતી. તે નિર્ણય પણ રદ કરાયો હતો સાથે સરકારના વલણની પણ ટીપ્પણી કરી છે.
જજ એચ.ડી.સુથારે ચુકાદામાં જણાવ્યું છે કે, રાઝાય સરકાર ઘણા લાંબા સમય સુધી ચૂપ રહ્યું અને એવું લાગે છે કે રાજ્ય (સરકાર) પણ આમાં ભાગીદાર હતું. તત્કાલીન એડીજીપી બિષ્ટ દ્વારા કોઈપણ સત્તા વિના સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, રાજ્ય 2018 અગાઉની કાર્યવાહી અને પછીની કાર્યવાહીમાં રાજ્ય દ્વારા લેવામાં આવેલા વલણથી પણ આ બાબત ઉઘાડી પે છે. રાજ્ય ઘણા લાંબા સમયથી મૌન રહ્યું છે અને તેથી, ફક્ત ધારણાના આધારે, તત્કાલિન એડીજીપી અને અન્ય અધિકારી, જેમણે ગેરકાયદેસર મુક્તિમાં ભૂમિકા ભજવી છે, સામે યોગ્ય કાર્યવાહી શરૂૂ કરવા માટે રાજ્યને કોઈ નિર્દેશ આપવાના નિષ્કર્ષ પર અનિરૂધ્ધસિંહ પહોંચવું મુશ્કેલ છે.
ગોંડલના જે-તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યા કેસમાં અનિરૂૂદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરૂૂદ્ધસિંહ રીબડાને સજા માફીના રાજ્ય સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદ કરી દીધો છે. સાથે જ આ મામલે અનિરૂૂદ્ધસિંહને મોટો ઝટકો પડ્યો છે. 15મી ઓગસ્ટ 1988 ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહે પોપટભાઇને ગોળી ધરબી હત્યા કરી હતી. આ મામલે હાઇકોર્ટે તેને ચાર સપ્તાહમાં સરન્ડર કરવાનો હુકમ પણ કર્યો છે. સાથે જ પાસપોર્ટ જમા કરાવી અઠવાડીયે હાજરી પણ પુરાવવાની રહેશે.
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.શુક્રવારે હાઈકોર્ટે ગોંડલ કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફીના નિર્ણયને ફગાવી એક મહિનાની અંદર હાજર થવા અને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.આ ગુનામાં આજીવન કેદની સજા પામેલા જાડેજાને તેમના પુત્રએ 29 જાન્યુઆરી, 2018 ના રોજ જેલના તત્કાલીન એડીજીપીને પત્ર લખીને માફી માટે વિનંતી કર્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જુનાગઢ જેલમાંથી એ કારણોસર મુક્ત કરવામાં આવ્યા હતા કે તેમણે 18 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જોકે હાઈકોર્ટે તે નિર્ણય રદ કર્યો છે. હાલમાં, પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની શોધમાં છે.
ચુકાદામાં હાઇકોર્ટના મુખ્ય તારણો પણ રજુ કરાયો છે જેમાં અનિરૂૂદ્ધસિંહની સજા માફ કરવાનો નિર્ણય સત્તા વિનાનો હતો. તેથી તેને આપખુદ શાહી વાળો ગણી શકાય અને આવો નિર્ણય શૂન્ય સમાન છે. તેમજ સજા માફી ભવિષ્યની તારીખ સુધી લંબાવી શકાય નહીં. આ ઉપરાંત, અનિરૂૂદ્ધસિંહના પુત્રએ તત્કાલીન એડીજીપી ટી.એસ. બિષ્ટને લખેલાં પત્રના આધારે તેમણે એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ મૂક્યા વિના માત્ર પત્રને શાશ્વત સત્ય ગણી કોઇ ખરાઇ કર્યા વિના અનિરૂૂદ્ધસિંહની સજાની માફીનો નિર્ણય અયોગ્ય ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, દરેક કેદીને સજા માફીની માટે તેનો કેસ ધ્યાને લેવાની વિનંતી કરવાનો અધિકાર, પરંતુ સજા માફીને હક ગણીને એવો હકદાવો કરી શકે નહીં.
કાયદો રાજાઓનો રાજા છે, તેનાથી શક્તિશાળી કંઈ હોઈ શકે નહીં
કાયદાની મહત્તા સમજાવતા જસ્ટિસ એચ.ડી.સુથારે આ ચુકાદાની શરૂૂઆત બૃહદઅરણ્યકોપનિષદના એક સિદ્ધાંતથી કર્યો હતો અને એ મુજબ નોંધ્યું હતું કે,સ્ત્રકાયદો રાજાઓનો રાજા છે. તેમના કરતાં ઘણો શક્તિશાળી અને ન્યાયી. કાયદાથી વધુ શક્તિશાળી કંઈ હોઈ શકે નહીં. જેની મદદથી, જેમ કે સર્વોચ્ચ રાજા(કાયદા)ની મદદથી, નિર્બળ પણ સબળ પર વિજય મેળવી શકે છે. - બૃહદારણ્યકોપનિષદ (1-4.14)