ઉદ્યોગપતિ સગપરિયા સામેના માનહાનીના દાવામાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કરેલ વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર
રીબડા ખાતે યોજાયેલા સંમેલનમાં ગોવિંદભાઈ સગપરિયાએ આપેલા વક્તવ્ય સામે બદનક્ષીનો દાવો કર્યો’ તો
રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ રાજકોટના જાણીતા ઉદદ્યોગપતિ સ્ટાન્ડર્ડ એગ્રો એન્જીનીયરર્સના ગોવિંદભાઈ સગપરિયા સામે કરેલા રૂપિયા પચ્ચાસ કરોડના માનહાનીના દાવામાં માગેલ વચાળાનો મનાઈ હુકમ મળવાની અરજી ગોંડલકોર્ટે રદ કરી છે.
આ કેસની હકીકત એવી છે કે, ગત તા-22/12/2022 ના રોજ રીબડા મુકામે જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું જેમાં ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજના આગેવાનો એ હાજર જનમેદની વચ્ચે વકતવ્યો. આપેલા અને જનમેદનીમાથી પણ અમુક લોકોએ વક્તવ્યો આપેલા જેમાં સ્ટાન્ડર્ડ એગ્રો એન્જીનીયર્સ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા એ પણ વકતવ્ય આપેલુ ત્યારબાદ આશરે ત્રણેક માસ બાદ રીબડાના અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ગોંડલ સિવિલ કોર્ટમાં ગોવિંદભાઈ વિરુદ્ધ બદનક્ષી બદલ રૂપિયા પચ્ચાસ કરોડનું વળતર મળવા બદનક્ષીના દાવો દાખલ કરવામાં આવેલ અને દાવો ચાલે ત્યા ંસુધી ગોવિંદભાઈ તેની મિલ્કતોનું વેચાણ કરે નહીં તેવો વચગાળાનો મનાઈ હુકમ મળવા અરજી કરવામાં આવેલ.
અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા માંગવામાં આવેલ વચ ગાળાના મનાઈહુકમની અરજી સાંભળવા ઉપર આવતા ગોવિંદભાઈ સગપરીયાના વકીલ દ્વારા વાદીનો મનાઈહુકમ માટે પ્રથમ દર્શનીય કેસ ન હોય, સમતુલાની દાંડી વાદીની તરફેણમાં ન હોય તેમજ વાદીને નાણામા ન માપી શકાય તેવુ કોઈ નુકશાન થવા કોઈ સંભવ ન હોય તે સિવાય કાયદા અને હકીકતના મુદાઓ ઉપર વિસ્તૃત દલીલો કરી વાદી અનિરૂૂધ્ધસિંહ જાડેજાનો વચગાળાના મનાઈહુકમ માટે યોગ્ય કેસ ન હોવાની રજુઆત કરતા તે દલીલો સાથે સહમત થઈ ગોંડલના એડી. સિનિયર સિવિલ જજ આર્ય રામ કુમારે અનિરૂૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા માંગવામાં આવેલ વચગાળાનો મનાઈહુકમ ની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે. આ કામે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ સગપરીયા તરફે ભંડેરી એડવોકેટસ - ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.
-------