For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હદ કર દી: અનિડાના ખેડૂતને વીજમીટર ન હોવા છતાં તંત્રએ બિલ ફટકાર્યુ! બીજો ભગો?!

11:38 AM Dec 21, 2023 IST | Sejal barot
હદ કર દી  અનિડાના ખેડૂતને વીજમીટર ન હોવા છતાં તંત્રએ બિલ ફટકાર્યુ  બીજો ભગો

વડીયાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાનો દંડની નોટીસ મોકલનાર કુંકવાવ પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભગો સામે આવ્યો હોય તેમ વડીયાના અનિડા ગામના ખેડૂતને વીજ મીટરના હોવા છતાં પીજીવીસીએલ્ વિભાગ દ્વારા વીજબીલ ફટકારવામાં આવ્યા હતા ને ખેડૂતે વગર મીટરે વીજબીલના ભરતા કોર્ટમાંPGVCL ઢસડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
PGVCL વિભાગ દ્વારા હજુ થોડા દિવસ પહેલા 1 રૂપિયાના દંડની નોટીસ ફટકારી કોર્ટમાં લોક અદાલતમાં લઈ જવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વડીયાના અનીડા ગામના ખેડૂત ચુનીભાઈ દેસાઈએ ખેતીવાડી વીજ કનેક્શનની માંગણી કરી હતી ને વાડીમાં વીજ કનેક્શનના થાંભલા નખાઈ ગયા પણ વીજ મીટર ખેડુત ચુનીભાઈ દેસાઈને ત્યાં લગાવ્યું નહિ ને દે મહિને વીજ વપરાશના બિલ PGVCL વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યા હતા PGVCLનું મીટરના હોય ને વીજબિલમાં પણ મીટરના હોવાનો વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને ત્રણ ત્રણ વર્ષથી કરાઈ હેરાન પરેશાન PGVCL વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે વીજ મીટરના હોવા છતાં ખેડૂતને કોર્ટમાં ઢસડી જનાર કુકાવાવ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂત ચુનીભાઈ દેસાઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ત્રણ ત્રણ વર્ષથી વગર મીટરે બિલ ભરવા કોર્ટમાં પીજીવીસીએલ દ્વારા દાવો કરીને ખેડૂતને માનસિક યાતના વીજ વિભાગ આપી રહ્યું છે જ્યારે અગાઉ નાની કુકાવાવના હરેશ સોરઠીયાના ખેડૂતને 1 રૂૂપિયાનો દંડની નોટીસની શાહી સુકાઈ નથી ત્યાં અનીડાના ચુનીભાઈ દેસાઈને PGVCLની લાપરવાહીનો ભોગ બન્યા હોવાની પ્રતીતિ વચ્ચે PGVCLના અધિકારીએ ટેસ્ટ રિપોર્ટ ઇસ્યુ હતો ને યું.સી. કનેક્શનના બિલ આપ્યા હોવાનું જણાવ્યું હતું કનેકેશન રિલીઝ થયું હોય ને યું. સી. કનેક્શન નામે ખેડૂતને બિલ ફટકારવામાં આવી રહ્યું હોય ત્યારે દે મહિને નોમીનલ ચાર્જ કરીને PGVCL વિભાગે 6400 જેવું બિલ કરીને ખેડૂતને કોર્ટમાં ઢસડી ગયા હોય ત્યારે PGVCL વિભાગ દ્વારા ખેડૂત પ્રત્યે સહાનુભૂતિને બદલે દંડ ફટકારી કોર્ટ સુધી ઢસડી જવામાં બહાદુરી સમજે છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement