આંગણવાડી કર્મચારીઓની લડત સફળ, લઘુતમ વેતન ચૂકવાશે
હાઈકોર્ટનો ચૂકાદો, કર્મચારીને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવા આદેશ, છ મહિનામાં ચુકવવા સુચના
હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડી વર્કર્સને 24, 800 અને આંગણવાડી હેલ્પ વર્કર્સને 20, 300 વેતન ચૂકવો. આ ઉપરાંત 1 એપ્રિલ, 2025 થી શરૂૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવે. સરકારે 06 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના 10 હજારથી વધીને 24800 થઈ જશે, જ્યારે આંગણવાડી હેલ્પ વર્કરનો હાલનો પગાર 5000થી વધીને 20,300 થઈ જશે. કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે. હાઇકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. અપીલ પર ચુકાદો આપતાં કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે.
હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે અપીલકર્તાઓ-કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો, સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર, આંગણવાડી વર્કર(AWW)ને 10 હજાર રૂૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી 14,800 રૂૂપિયા મળીને કુલ 24,800 રૂૂપિયા અને આંગણવાડી હેલ્પર(AWH)ને પણ ન્યૂનતમ મજૂરી 14,800 રૂૂપિયા વત્તા 5500 રૂૂપિયા એમ કુલ 20,300 રૂૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે. ઉપરોક્ત મજૂરી, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે. ત્યારે આગળની તદનુરૂૂપ સુધારણાઓને આધીન રહેશે.
આંગણવાડી કામદારો અને સહાયિકાઓને સંકલિત બાળ વિકાસ સેવા યોજના-ICDS અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષના ફાળવેલા બજેટની નિધિમાંથી ચૂકવવામાં આવે છે, અને નિધિ આંગણવાડી કામદારો અને સહાયિકાઓની સંખ્યા જોઈને તૈયાર કરવામાં આવે છે, રિટ પીટિશન દાખલ કરવાના પાછલા ત્રણ વર્ષથી ઉપરોક્ત મજૂરી આપવાના સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો નિર્દેશ પાછળથી નાણાકીય બોજમાં નોંધપાત્ર વધારો કરશે. ડબલ જજની બેંચે નિર્દેશ આપ્યા હતા કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ મજૂરીના બાકી રકમની ચુકવણી કરવા નિર્દેશ આપવામાં આવશે.
આ રકમ 06 મહિનામાં ચૂકવવાની રહેશે. વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ થશે, અને જેઓ આ અદાલતમાં આવ્યા નથી, તેમને હાઈકોર્ટ તરફથી સમાન ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સિવિલ પોસ્ટ ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલ કાયમી કર્મચારીઓ સમાન ગણવામાં આવે, ન્યૂનતમ પે-સ્કેલનો પગાર ચૂકવવા માટે સિંગલ જજ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ ઉપરોક્ત હદ સુધી સંશોધિત કરવામાં આવે છે. આંગણવાડી કામદારો અને સહાયિકાઓની દુર્દશાને સમજવામાં સિંગલ જજના પ્રયત્નોની હાઇકોર્ટ પ્રશંસા કરે છે.જેણે તેમની મજૂરી વધારવા માટે પ્રભાવિત નિર્ણય આપ્યો છે.