રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંગણવાડી વર્કરોની હડતાલ, સોમવારથી MLA-MPને ઘેરાવ

05:50 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યની આંગણવાડી વર્કર બહેનોના પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આપતા કામકાજથી અળગા રહી રાજકોટમાં મહાસંમલેન કરી સરકાર સામે મોરચો મોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરનો ઘેરાવ કરવાની ચિમકી ઉરચારવામાં આવી હતી.

રાજકોટમાં આજે આંગણવાડી બહેનો દ્વારા રેલી કાઢી અને આવેદપત્ર કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના 1.50 લાખ આંગણવાડી વર્કર હડતાલ ઉપર ઉતરી જતા આંગણવાડી વર્કર હડતાલ ઉપર ઉતરી જતા આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને નાસ્તા વિતરણ બંધ રહેતા તેની અસર બાળકો પર પડી રહી છે. બે દિવસ સુધી આંગણવાડી વર્કરો દ્વારા હડતાલ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

સંયુકત રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઈટુક, સીટુ, સેવા, સહિતનાં રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો સાથે સંકલીત આંગણવાડી- આશા-ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓનાં બનેલા રાષ્ટ્રિય મંચ દ્વારા તા.16નાં રોજ અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામબંધમાં ગુજરાતનાં હજજારો આંગણવાડી-આશા-ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ આજે અને આવતિકાલે કામથી અળગા રહેશે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ રંજનબેન સંધાણી, મહામંત્રી સગીતાબેન દવે, ઉપપ્રમુખ કૈલાસબેન દેગામા, આશા હેલ્થ વર્કસ યુનિયનના રાજકોટનાં પ્રમુખ અલ્કાબેન ભટ્ટ, મંત્રી ચંદ્રીકાબેન સુદાણીએ સંયુકત યાદીમાં જણાવ્યું છે.

તા.16, ના રોજ રાજકોટ જીલ્લાનાં મહાસંમેલન સારે 10 વાગે અરવીંદભાઈ મણીયાર હોલ, ઝયુબીલી ગાર્ડન, ખાતે મળ્યું હતું. આ મહા સંમેલનમાં રાજકોટ જીલ્લાનાં શહેર તથા ગ્રામ્ય રાજકોટ, ગોંડલ, પડધરી, જશદણ, જેતપુર, આટકોટ, જામ કંડોરણા સહીતનાં તાલુકા સહીતનાં આંગણવાડી તથા આશા-ફેસીલીહેટર બહેનો આંગણવાડી- આશા-ફેસીલીએટર બહેનો પાયાની સેવા બજાવતા 95 છતાં વર્તમાન મોંઘવારીને અનુલક્ષીને કેન્દ્ર સરકાર ધ્વારા 2018 થી વેતન વધારો કરાયો નથી. અને ગુજરાત સરકાર લઘુતમ વેતન ચૂકવતી નથી. નિવૃતિ વય મર્યાદા, પ્રમોશનનાં પ્રશ્નો, પેન્શન, ગ્રેચ્યુઈટી, નવા મોબાઈલ આપવા તથા નવા ડ્રેસ આપવા, અને 2022 નાં થયેલ સમાધાનનો અમલ કરવા બાબતે આ બહેનો લાંબા સમયથી લડત ચલાવી રહેલ હોવા છતાં સકરાર ધ્વારા કોઈજ બેઠક ન યોજાતા બહેનો ઉભા થયેલ રોષને વાચા આપવા શાંત અને બંધારણીય માર્ગે આંદોલન જાહેર કરાયેલ છે. તમામ આંગણવાડી અને આશાના યુનિયનો બેઠક યોજી વાતચીત ધ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા તૈયાર હોવા છતાં સરકાર બેઠક યોજવા તૈયારી દર્શાવેલ નથી તે કારણે આંદોલનની સ્થિતિ ઉભી થઈ છે.તમામ ધારાસભ્યો તથા સંસદ સભ્યોને અગાઉ આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો સમાવેશ ન થતા તા. 19 થી 23 સુધી ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઓફીસે જવાબ માંગવા જશે તેમ જણાવ્યું હતું.

Tags :
Anganwadi workersAnganwadi workers strikegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement