For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં પડતર માગણી અંગે તંત્રનો ઘેરાવ કરતા આંગણવાડી વર્કરો

11:41 AM Aug 06, 2024 IST | Bhumika
ઉપલેટામાં પડતર માગણી અંગે તંત્રનો ઘેરાવ કરતા આંગણવાડી વર્કરો
Advertisement

ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમોમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈજ માનદ વેતનમાં વધારો કરાયો નથી. તે પરત્વે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. 2024ના કેન્દ્ર સરકારનાં બજેટમાં વધારો મળશે તેવી આશા તમામ બહેનોએ રાખી હતી. પરંત કેન્દ્રીય બજેટમાં વધારો જાહેર કરાયેલ નથી તે સામે પણ તમામ બહેનોમાં રોષ છે. ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે. જે રૂ. 49/- દૈનિક વેતન કરે છે.

આંગણવાડી વર્કર- હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પૈકી એકપણ માંગણી ઉકેલાઈ નથી. 2022 ની ચુંટણી પૂર્વે આંદોલન બાદ થયેલ સમાધાન મુજબ વચનો આપવામાં આવેલ હતા. જેવા કે : (1) નવા ફ્રેશ સારી કવોલીટીનાં મોબાઈલ આપવા (2) વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની 45 વર્ષની વય મર્યાદા દુર કરવી. (3) નિવૃત્તિ વય મર્યાદા 60 કરવી (4) વર્કરના વેતનનાં 75 % હેલ્પરને વેતના આપવા. (5) આઈ.સી.ડી.એસ. સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી (6) આંગણવાડી વર્કરોની પ્રો. ફંડ, ઈ.એસ.આઈ., તથા પેન્શન યોજનાનો લાભ આપો. (7) આંગણવાડી વર્કરોને ભર પગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવા સહીતની રજૂઆતો કરાઈ હતી જે વચનો પુરા કરાયેલ નથી. સતત રજઆતો કરાયેલ છતાં આપના દ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી. જેથી 10 મી ગુજરાત આંગણવાડી સંગન ગુજરાત (AIFAWH.CT જૂલાઈ 2024 ના રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ દ્વારા પણ વિનંતિ કરી હતી કે અમારી આ પડતર માંગણીનો ઉકેલ લાવવામાં આવે તથા અધિકારી તથા મંત્રી કક્ષાની બેઠક યોજવામાં આવે તેવી વિનંતિ છે.

Advertisement

તાત્કાલીક ખાસ ધ્યાન આપી ત્વરીત ઉકેલ લાવવા - (1) તમામ જીલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોનાં મકાનભાડા, મસાલાના બીલો, ગેસના બાટલાના પૈસા, ક્ધટીજન્સી, ફલેકસી ફંડ વિગેરેનાં ચુકવણા સમયસમર નિયમિત કરવામાં આવતા નથી અને તે બાબતે મોટો ભ્રષ્ટાચાર થયો છે. તેના માટે ચોકકસ વ્યવસ્થા ફોલોઅપ મોનીટરીંગ સાથેની ગોઠવવામાં આવે (2) સરકાર તમામ કામ ડીઝીટલ કરાવે છે. પરંતુ સરકારે આપેલ મોબાઈલ બંધ છે. બહેનો સરકારની આબરૂૂ બચાવવા પોતાના અંગત મોબાઈલ થી કામ કરતી હોવા છતાં મોટા ભાગનાં જીલ્લાઓમાં મોબાઈલ ઈન્સેટીવના બીલો ચુકવવામાં આવ્યા નથી. બીજા જીલ્લાઓમાં બીલકુલ ચુકવણું થયેલ નથી. ગ્રાન્ટ નથી તેમ જણાવવામાં આવે છે. (3) દાહોદ જીલ્લામાં પોષણ સધાનાં બીલો ચુકવાતા નથી. ઓડીટના નામે ધમકાવીને બેફામ લંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે. (4) સપ્રીમ કોર્ટનો હુકમ અને જીલ્લાઓમાં લેબર કોર્ટનો હકમ થયેલ ગ્રેચ્યુઈટીનાં કેસોમાં ગ્રેચ્યુઈટીની રકમ ચુકવવામાં આવી નથી. (5) બાળકોના પોષણક્ષમ આહાર માટે ખરીદવામાં આવતા મસાલા, ગોળ, શાકભાજી, ચણા, દાળ વિગેરેનાં જુના ભાવ પોષાતા ન હોય, બજાર ભાવ પ્રમાણે બીલ ચુકવણા કરવામાં આવે. (6) દિવાળી બોનસ આપવામાં આવે. (7) વર્ષ 2022 ના સમાધાન સમયે વચન અપાયેલ હતું તે રોજીદી કામગીરી માટે સારી કવોલીટીનાં તથા ટોચની કંપનીનાં નવા મોબાઈલ અથવા તેથી રકમ વર્કરના ખાતામાં જમા કરાવવામાં આવે. (8) યુનિફોર્મ અપાયા પરંતુ બ્લાઉઝની સિલાઈ હજુ સુધી આપવામાં આવેલ નથી તે રૂૂા. 75/- અપાતા હતા તેમાં વધારો કરી રૂ. 300/- મુજબ ચાર યુનિફોર્મનાં સિલાઈનાં રૂ. 1200/- લેખે આપવામાં આવે. ઉપરોકત અમારી માંગણીઓ ઉપર તાત્કાલીક ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરીએ છીએ. તેમજ રજૂઆત માટે સમય ફાળવવા તથા મંત્રી તથા અધિકારી કક્ષાની બેઠક યોજવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement