પગાર વધારાની માંગ સાથે કાલે આંગણવાડીની મહિલાઓની રેલી
રાજ્યભરની આશા વર્કરો હડતાળમાં જોડાઈ : જુદા જુદા મુદ્દા પર મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે
રાજકોટ સહિત રાજ્યભરના આંગણવાડી કેન્દ્રમાં અને પીએચસી કેન્દ્રમાં ફરજ બજાવતી આશાવર્કરોને લઘુતમ વેતન આપવાની માંગણી સાથે રાજ્યભરની આશાવર્કરો હડતાલ પર ઉતરી છે ત્યારે આવતી કાલે રાજકોટ શહેર જિલ્લાની અસંખ્ય આશાવર્કરો પગાર વધારાની માંગણી સાથે રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાના હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેર જિલ્લાની આશાવર્કરો સહિત રાજ્યભરની એક લાખથી વધુ આંગણવાડીની મહિલા કાર્યકરોને ઓછુ વેતન મળતું હોય અને તેમની પાસેથી કામ વધુ લેવામાં આવતું હોય આજની આ કાળઝાળ મોંઘવારીમાં ઓછા વેતનના કારણે ઘરનું પુરુ થતું ન હોય પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતરી છે.
આશા વર્કરની બહેનો આવતી કાલે બપોરે હોસ્પિટલ ચોકમાં ભેગી થશે અને રેલી સ્વરૂપે રાજમાર્ગો પર ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. જે આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને તૈયાર કરવામાં આવી છે. જેમાં જુદી જુદી માંગણી મુકવામાં આવી છે.
આશાવર્કરો દ્વારા તેઓને સીરી ક્વોલીટીના મોબાઈલફોન ફાળવવામાં આવે વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની 45 વર્ષની વયમર્યાદા દૂર કરવી, નિવૃતિની વયમર્યાદા 60 વર્ષની કરવી આશાવર્કરોના વેતનમાં 75 ટકા હેલ્પરને વેતન આપવા આઈસીડીએસ સીવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી આંગણવાડી વર્કરોને પ્રોવીડન ફંડ, ઈએસઆઈ અને પેન્શન યોજનાનો લાભ આપવો તેમજ આંગણવાડીની વર્કરોને રજા અને માંદગીની રજામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.