For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશની સુરક્ષા કરતા જવાનોને 1 લાખ રાખડીઓ દ્વારા આંગણવાડી બહેનોનું મળશે રક્ષાકવચ

04:39 PM Aug 17, 2024 IST | Bhumika
દેશની સુરક્ષા કરતા જવાનોને 1 લાખ રાખડીઓ દ્વારા આંગણવાડી બહેનોનું મળશે રક્ષાકવચ
Advertisement

દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતે કર્યો છે. આ હેતુસર રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા. આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નર રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement