ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ

04:05 PM Sep 25, 2025 IST | Bhumika
Advertisement

એસ્ટેટ વિભાગ જગ્યા માટે અને બાકીના તમામ પેરામીટર માટે પોલીસ વિભાગ સ્થળ તપાસ કરી વેંચાણ અંગેનું લાયસન્સ આપશે

Advertisement

દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરભરમાં ઠેક ઠેકાણે ફટાકડાના સ્ટોલ ખુલવા લાગ્યા છે. પરંતુ ફાયર એનઓસીના કડક નિયમો અમલમાં આવ્યા બાદ છેલ્લા બે વર્ષથી સ્ટોલ ધારકો પરેશાન થઇ રહ્યા છે અને ફાયર વિભાગમાં પૂછપરછ શરૂ થઇ ગઇ છે. ત્યારે સરકાર દ્વારા ફટાકડાના સ્ટોલ અંગે પરિપત્ર અને ચેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે 500 ચો.મીટરથી ઓછી જગ્યામાં ફટાકડાના સ્ટોલ કરનારે ફાયર એનઓસી લેવુ નહીં પડે પરંતુ ફાયર સેફટીના નિયમો મુજબના સાધનો ફરજિયાત રાખવાના રહેશે જેનુ ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા કરાયા બાદ સ્ટોલ ધારકને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં દુકાનો તેમજ મુખ્ય માર્ગો ઉપર દિવાળી પહેલા ફટાકડાના સ્ટોલ ઉભા થઇ જાય છે. મનપાના એસ્ટ્રેટ વિભાગ દ્વારા ફટાકડના સ્ટોલ ધારકો પાસેથી જગ્યાનું ભાડુ વસુલવામાં આવે છે અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમ મુજબના સાધનોની ચકાસણી કર્યાબાદ ફાયર એનઓસી ફાળવવામાં આવતી હોય છે. પરંતુ નાના સ્ટોલ ધારકો પાસે જગ્યાનો અભાવ હોવાથી ફાયર એનઓસી મેળવવામાં મુશ્કેલી પડતી હોય આ મુદ્દે ગત વર્ષે પણ ઉહાપો બોલી ગયેલ જેના લીધે રાજ્ય સરકારના ફટાકડા વિતરકો માટે ફાયર એનઓસી અને સ્થળ તેમજ પોલીસ વિભાગને થતી ચેકિંગ કામગીરી અંતર્ગત ચેક લિસ્ટ જાહેર કર્યુ છે..

જેમાં કોઇપણ સ્થળે 500 ચો.મીટર બિલ્ટ અપ એરીયામાં ફટાકડાનો સ્ટોલ કરેલ હોય ત્યારે ફાયર એનઓસીમાંથી મુકિત આપવામાં આવી છે. જેની સામે એસ્ટ્રેટ વિભાગને જગ્યાનું ભાડુ ચૂકવવાનું રહેશે અને પોલીસ વિભાગમાં ફટાકડા સ્ટોલ માટેની અરજી કર્યા બાદ પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી સ્ટોલ ધારકે સરકારે જાહેર કરેલા ચેક લીસ્ટ મુજબના ફાયર સેફટીના સાધનો હસે તો જ સ્ટોલની મંજૂરી આપવામાં આવશે.

મનપાના ફાયર વિભાગના જણાવ્યા મુજબ સરકારે આ વર્ષે નાના ફટાકડા સ્ટોલના વેપારીઓેને રાહત આપી 500ચો.મીટર બિલ્ટ અપ એરીયાને ફાયર એનઓસીમાંથી મુક્તિ આપી છે. છેલ્લા ઘણા દિવસથી ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયર એનઓસી અને નિયમો અંગે ફાયર વિભાગની ઓફિસે પૂછપરછ કરવામાં આવી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે.

1000 લીટર વોટર ટેંકનો ઇસ્યુ ઉભો ને ઉભો
સરકારે ફટાકડાના ધંધાર્થીઓને રાહત આપી 500 ચો.મીટર ઓછી જગ્યા માટે ફાયર એનઓસીમાંથી મુક્તિ આપી છે. પરંતુ ફાયર સેફટીના નિયમ મુજબના સાધનો ફરજિયાત રાખવાના થાય છે. જેમા ખાસ કરીને દરેક સ્ટોલ ધારકે 1000 લીટરની વોટર ટેંક રાખવી ફરજિયાત છે. આથી ઓછી જગ્યમાં સ્ટોલ કરનાર તેમજ ફટાકડાની દુકાનો ધરાવતા વેપારીઓને 1000 લીટર વોટર ટેંક મુદ્દે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

સરકારે જાહેર કરેલ ચેક લિસ્ટ
વોટર સ્ટોરેજ અને સપ્લાય અગ્નિ સંરક્ષણ પ્રણાલી/હોઝ રીલને ગુરુત્વાકર્ષણ શક્તિથી પાણી પુરવઠો પૂરો પાડવા માટે 1000 લિટરની ક્ષમતા ધરાવતી ટેરેસ ટાંકી (સફેદ/લાલ રંગ) પૂરી પાડવામાં આવશે. દુકાનમાં દર 30 ચો.ફૂટના અંતરે 10 કિલોગ્રામ ક્ષમતાના મોડ્યુલર એબીસી ડ્રાય કેમિકલ પાવડર પ્રકારના અગ્નિશામક ઉપકરણો સ્થાપિત કરવા જોઈએ.

દુકાનની આગળની બાજુએ અથવા સરળતાથી સુલભ હોય તેવી બીજી કોઈ બાજુએ એક (1) ફાયર હોઝ રીલ સ્થાપિત કરવી. 4.5 કિલોગ્રામ ક્ષમતા (ઇઈંજ મંજૂર) નું એક (01) ઈઘ-પ્રકારનું અગ્નિશામક ઉપકરણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની નજીક અને દુકાનની અંદર કોઈપણ અન્ય યોગ્ય સ્થળોએ સ્થાપિત કરવું જોઈએ. 6 કિલોગ્રામ ક્ષમતાવાળા (BIS મંજૂર) બે (02) CO-પ્રકારના અગ્નિશામક સાધનો પૂરા પાડવામાં આવશે - એક પરિસરની આગળ અને એક પાછળ. દુકાનના પ્રવેશદ્વાર પર સૂકી રેતીથી ભરેલી બે (02) ફાયર ડોલ હોવી જોઈએ. દુકાનની નજીક 200 લિટર ક્ષમતાનો એક (01) પાણીનો ડ્રમ મુકવાનો રહેશે. બધા બહાર નીકળવાના રસ્તા સ્પષ્ટપણે દૃશ્યમાન હોવા જોઈએ અને બહાર નીકળવાનો રસ્તો દર્શાવતું સાઇન બોર્ડ મુખ્ય સ્થાન પર પ્રદર્શિત કરવું જોઈએ. દુકાનની નજીક 200 લિટર ક્ષમતાનો એક (01) પાણીનો ડ્રમ મુકવાનો રહેશે. બધા બહાર નીકળવાના રસ્તા સ્પષ્ટપણે દૃશ્યમાન હોવા જોઈએ અને બહાર નીકળવાનો રસ્તો દર્શાવતું સાઇન બોર્ડ મુખ્ય સ્થાન પર પ્રદર્શિત કરવું જોઈએ. લાઇસન્સ પ્રાપ્ત પરિસરમાં માચીસ, લાઇટર, ખુલ્લી જ્વાળાઓ, અથવા કોઈપણ જ્વલનશીલ અથવા જોખમી સામગ્રી (ખાસ કરીને અધિકૃત સામગ્રી સિવાય) સખત પ્રતિબંધિત રહેશે. ફટાકડાને ગરમી, જ્યોત અથવા વિદ્યુત સ્થાપનોના તમામ સ્ત્રોતોથી દૂર સંગ્રહિત કરવા જોઈએ. સંગ્રહ પરવાનગી આપેલ માત્રા સુધી મર્યાદિત હોવો જોઈએ અને ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત હોવો જોઈએ. મહત્તમ સ્ટેકીંગ ઊંચાઈ 2 મીટર અથવા વિસ્ફોટક અધિનિયમ/નિયમો મુજબ રાખવાની થાય છે.

Tags :
Fire NOCfirecracker stallgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement