આનંદીબેને યુપીમાં સૌથી લાંબા સમય સુધી રાજયપાલ રહેવાનો રેકોર્ડ તોડયો
આનંદીબેન પટેલે સૌથી લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મોદી સરકારમાં સૌથી વધારે સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનારા એક માત્ર રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશમાં અમુક એવા રાજ્યપાલ પણ હતા, જેઓ ફક્ત 4 દિવસ અથવા 33 દિવસ જ પદ પર રહ્યા.
આનંદીબેન પટેલે 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ મોદી સરકારે 23 જાન્યુઆરી, 2018ના રોજ તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત કર્યા. આ પદ પર તેઓ 29 જુલાઈ 2019 સુધી રહ્યા.
આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ 29 જૂલાઈ 2019ના રોજ તત્કાલિન રાજ્યપાલ રામ નાઈકનો કાર્યકળ ખતમ થયા બાદ નિયુક્ત કર્યા હતા. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 29 જૂલાઈ, 2024ના રોજ સમાપ્ત થઈ ગયો. જો કે તેમની નિયુક્તિના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે, પાંચ વર્ષ અથવા આગામી રાજ્યપાલની નિયુક્ત સુધી આ પદ પર બન્યા રહેશે. આ જ કારણે તેઓ હજુ સુધી રાજ્યપાલનું પદ સંભાળી રહ્યા છે.
ગણતંત્રની સ્થાપના બાદ ઉત્તર પ્રદેશના છઠ્ઠા રાજ્યપાલ બૈઝવાડા ગોપાલ રેડ્ડીએ 5 વર્ષ અને 60 દિવસ સુધી આ પદ પર કામ કર્યું હતું. આનંદીબેન પટેલે તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેઓ સતત 5 વર્ષ અને 166 દિવસથી રાજ્યપાલ છે.
જો તેઓ 23 જૂલાઈ 2025 સુધી આ પદ રહેશે તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો તેમના કાર્યકાળના 6 વર્ષ પુરા થઈ જશે.સંવિધાન લાગૂ થયા બાદથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં કૂલ 24 રાજ્યપાલ નિયુક્ત થયા. પણ તેમાંથી ફક્ત 7 રાજ્યપાલ જ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પુરો કરી શક્યા. આ 7 રાજ્યપાલમાં આનંદીબેન પટેલનું નામ સામેલ થઈ ગયું છે.