રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાકરાવાડી સાઈટ ખાતે 7 કરોડના ખર્ચે બનશે અર્બન ફોરેસ્ટ

06:28 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ શઙેરમાંથી નિકળતો તમામ પ્રકારનો કચરો નાકરાવાડી ડમ્પ ખાતે ઢગલા કરવામાં આવે છે. વર્ષોથી એકઠા થતાં કચરાનું ભારણ વધી જતાં મહાનગરપાલિકાએ ગુજરાતમાં પ્રથમ વખત અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાની જાહેરાત કરી છે.રૂા. 7 કરોડના ખર્ચે નાકરાવાડી ડમ્પ ખાતે અત્યાર સુધી એકઠા થયેલા અને દરરોજ નિકળતા 700 મેટ્રીક ટનથી વધુ કચરાને પાથરી તેની ઉપર માટી પાથરી મીયાવીકી તથા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની જાહેરાત થતાં જ બેંગલોર સીટીએ તેની નોંધ લઈ મોડલ બનાવી પોતાના શહેરમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી છે. તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, નાકરાવાડી ગ્રીન બેનલ્ટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં થયેલ કચરાના ઢગલાને ક્લિયર કરી આ સ્થળ ઉપર પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવશે તેમજ મીયાવાકી ગાર્ડન સ્કલ્ચર સહિતના આકર્ષણો સાથે મનોરંજન સ્થળ બનાવવામાં આવશે. એરકોલીટી ગ્રાન્ટમાંથી રૂા. 7 કરોડનો ખર્ચ ડમ્પીંગ સાઈડ ઉપર કરવામાં આવશે જેના માટે સદભાવના ટ્રસ્ટ સાથે ટાયપ કરી પ્રથમ વર્ષે 2.5 લાખ વૃક્ષ અને બીજા વર્ષે બાકીના વૃક્ષોનું વાવેતર કરાશે. હાલ પ્રોજેક્ટ ચાલુ કરી 25 હજાર મેટ્રીક ટનથી વધુ કચરો પાથરી દેવામાં આવ્યો છે.

જેના ઉપર હવે માટી પાથરી વૃક્ષારોપણ શરૂ કરવામાં આવશે. બે વર્ષમાં નાકરાવાડી જીરો લેવલ કરી દેવાશે અને ગ્રીન બેલ્ટમાં ક્ધવર્ટ થઈ જશે. ઉપરોક્ત પ્રોજેક્ટની જાહેરાત કર્યા બાદ તેની નોંધ બેંગ્લોર મહાગર પાલિકાએ લીધી છે અને આ પ્રોજેક્ટને મોડલ સ્વરૂપ બનાવી અને પોતાને ત્યાં એકઠા થતાં કચરા માટે અર્બન ફોરેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે. રાજકોટ શહેરમાંથી રોજ સાત હજાર મેટ્રીક ટનથી વધુ કચરો નાકરાવાડી ખાતેઠલવવામાં આવી રહ્યો છે. જેનું વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા કમ્પોઝ કરાવમાં આવે છે.

કમિશનરે વધુમાં જણાવેલ કે, એરક્વોલિટી અંતર્ગત તેમજ સ્માર્ટસીટી અને સ્વચ્છતામાં રેકીંગમાં આગળ આવવા માટે નાકરાવાડી કચરાનું પ્રોસેસીેંગ કરી તેનો નિકાલ કરવો જરૂરી બન્યો છે. આથી આ કચરાને કમ્પોઝ કર્યા બાદ તેને પાથરી તેના ઉપર માટી પાથરવામાં આવશે એન વૃક્ષા રોપણની સાથો સાથ મીયાવાકી ગાર્ડન અને અલગ અલગ પ્રકારના સ્કલ્ચર તૈયાર કરાશે જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ અલાયદું બની રહેશે. બે વર્ષમાં અર્બન ફોરેસ્ટમાં પાંચ લાખ વૃક્ષ વાવવામાં આવશે.

 

અદાણી પ્લાન્ટ 2025માં ચાલુ થઈ જશે
નાકરાવાડી ડમ્પ સાઈટ ખાતે ધનકચરાના નિકાલ માટે અર્બન ફોરેસ્ટ બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળેથી નિકળતા ફૂડ કચરાનું પ્રોસેસીંગ કરી તેમાંથી ગેસ ઉત્પન કરવા માટે અદાણી કંપનીને જગ્યા ફાળવવામાં આવી છે. અને પ્લાન્ટ બનાવવાનો પ્રારંભ પણ ટુંક સમયમાં શરૂ થશે. આથી 2025માં અદાણી પ્લાન્ટ દ્વારા શહેરભરમાંથી નિકળતા ફૂડ વેસ્ટનું પ્રોસેસીંગ કરી ગેસ ઉત્પન કરવામાં આવશે અને મહાનગરપાલિકાને તેના થકીં વર્ષે રૂપિયા એક કરોડની આવક થશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement