ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આ વખતે ખાનગી લોકમેળાના આયોજકો માટે પણ કપરા ચઢાણ

04:52 PM Jul 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

બિનખેતી અને કોમર્સિયલ જમીનમાં જ ખાનગી લોકમેળા યોજી શકાશે:ફાયર સેફ્ટીના સાધનો અને યાંત્રિક રાઈડોના સર્ટિફિકેટ ફરજિયાત લેવા પડશે

જન્માષ્ટમીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડના કારણે રાજ્ય સરકારે બનાવેલી એસઓપીને કારણે ખાનગી લોકમેળાનું આયોજન કરતા સંચાલકોને કપરા ચઢાણ ચડવા પડશે. જિલ્લા કલેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આડેધડ ખાનગી લોકમેળાનું આયોજન કરતાં સંચાલકો સામે આ વખતે કડક નિયમો લાદવામાં આવેલ હોય બિનખેતી અને કોમર્શિયલ જમીનમાં જ લોકમેળાનું આયોજન કરી શકશે.

જન્માષ્ટમીના તહેવારને હવે દોઢ મહિનો જ બાકી છે ત્યારે અત્યારથી જ લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ જિલ્લા કલેકટરની સુચનાથી લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરી રહ્યાં છે. જેમાં લોકોની સેફટીને ધ્યાને લઈને આ વખતે રાજ્ય સરકારે બનાવેલી એસઓપીના તમામ નિયમોનો પાલન કરવામાં આવશે.

લોકમેળા સમિતિ સિવાય રાજકોટમાં અસંખ્ય ખાનગી લોકમેળાનું આયોજન થતું હોય છે પરંતુ આ વખતે ખાનગી લોકમેળાનું આયોજન કરતાં સંચાલકોને કપરા ચઢાણ ચડવા પડશે. રાજકોટમાં યોજાતા ખાનગી લોકમેળા માટે બિનખેતી અને કોમર્શિયલ જમીનમાં જ લોકમેળાનું આયોજન કરી શકાશે. આ ઉપરાંત ખાનગી લોકમેળાનું આયોજન કરતાં સંચાલકોએ ફાયર સેફટીના સાધનો ફરજિયાત લેવા પડે તેમજ ફાયર એનઓસી પણ ફરજિયાત લેવું પડશે.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ખાનગી લોકમેળાના સંચાલકોએ યાંત્રિક રાઈડોના સર્ટીફીકેટ પણ ફરજિયાત લેવા પડશે અને ટીકીટ બારી માટે મનોરંજન લાયસન્સ પણ લેવું પડશે. ખાનગી લોકમેળામાં રાજ્ય સરકારે બનાવેલી એસઓપીનું કડક પાલન કરવું પડે. જો નિયમોનું પુરતુ પાલન નહીં કરવામાં આવે તો આવા ખાનગી લોકમેળાના આયોજકોને મંજુરી આપવામાં આવશે નહીં તેમ કલેકટરે જણાવ્યું છે.

આવતા સપ્તાહથી લોકમેળાના ફોર્મનું વિતરણ શરૂ કરાશે
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કર્યું છે. જેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આ વખતે અગ્નિકાંડને ધ્યાન લઇ લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાશે અને તે મુજબ લે-આઉટ પ્લાન તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આવતા સપ્તાહથી લોકમેળા સમિતિ દ્વારા રમકડાના સ્ટોલના ફોર્મનું વિતરણ શરૂ કરનાર હોવાનું સુત્રમાંથી જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsprivate Lok Melarajkotrajkot news
Advertisement
Advertisement