ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકા નજીક વંદે ભારત ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

12:24 PM Jul 22, 2024 IST | admin
Advertisement

મૃતકની ભાળ મેળવવા પોલીસની કવાયત

Advertisement

દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર ઓખામઢી અને ગોરીંજા ગામ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પર રવિવારે મધ્યરાત્રિના સમયે પસાર થતી વંદે ભારત ટ્રેન હેઠળ એક અજાણ્યા પુરુષનું ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે દ્વારકાના રેલવે સ્ટેશન માસ્તર એવા મૂળ બિહાર રાજ્યના મુંગેર જિલ્લાના વતની લક્ષ્મીકુમાર શિવરામપ્રસાદ તાંતિ (ઉ.વ. 41) એ દ્વારકા પોલીસમાં જાણ કરી છે.

જેમાં જણાવવા એ મુજબ આશરે 40 થી 45 વર્ષના કોઈ અજાણ્યા પુરુષે વંદે ભારત ટ્રેનની સામે આવી જઈ અને પાટા પર સૂઈ જતા ટ્રેનની અડફેટે તેમને જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડએ હાથ ધરી છે.

Tags :
deathdwarkanewsgujaratgujarat newssuicidetrain
Advertisement
Next Article
Advertisement