વીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાત
12:51 PM Jul 29, 2025 IST
|
Bhumika
Advertisement
વિંછીયા નજીક બોટાદ રોડ પર અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડી મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયા નજીક બોટાદ રોડ પર આશરે 35 વર્ષના અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ઝાડમાં અજાણ્યા યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં જ વિંછીયા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અને પોલીસે અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. મોતનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.
Next Article
Advertisement