ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાપા-અલિયાબાડા વચ્ચે ટ્રેન અડફેટે અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ

11:58 AM Aug 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ગઈકાલે બપોરે કોઈ ટ્રેન હેઠળ એક અજાણ્યા પ્રૌઢ ચગદાઈ ગયા હતા. તેમના ખિસ્સામાંથી સાણંદ થી મારવાડ સુધીની ટિકિટ મળી આવી છે. આ પ્રૌઢ ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી ગયાનું અનુમાન કરાયું છે. જામનગર રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન થી અલીયાબાડા રેલવે સ્ટેશન વચ્ચે ગઈકાલે બપોરે એકાદ વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ એક અજાણ્યા પ્રૌઢ ચગદાઈ ગયા છે. આ અંગે ની જાણ રેલવે પોલીસને કરવામાં આવતાં જામનગર રેલ્વે પોલીસ નાં હેડ.કોન્સ્ટેબલ દેવાયતભાઈ ભાટીયા દોડી ગયા હતા.

મૃતકની તલાશી લેવાતાં તેમના પહેરેલા કપડામાંથી સાણંદ થી રાજસ્થાન ના મારવાડ સુધીના પ્રવાસ માટે ની રેલવે ટિકિટ મળી હતી. અંદાજે પચાસેક વર્ષના લાગતા મૃતક મધ્યમ બાંધો ધરાવતા હતા. તેમના માથામાં કાળા-સફેદ વાળ છે અને શરીર પર ટૂંકી બાયનું બ્લુ રંગનું ટી-શર્ટ અને તેની નીચે કાળા રંગનું બીજુ ટી-શર્ટ તેમજ ગ્રે કલરનું પેન્ટ ધારણ કરેલુ છે.

ઉપરોક્ત મૃતક સાણંદથી મારવાડ જવા માટે ટિકિટ ખરીદ્યા પછી ભૂલથી જૂદી ટ્રેનમાં બેસી જઈ છેક અલીયાબાડા સુધી આવી ગયા સુધી કોઈ રીતે ચાલુ ટ્રેન માંથી પડી ગયા પછી ટ્રેનના પૈંડા હેઠળ ચગદાઈ ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યં છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસ સ્ટેશન અથવા જમાદાર દેવાયતભાઈ 90333 81636નો સંપર્ક સાધવો.

Tags :
gujaratgujarat newsHapa-Aliabadajamnagarjamnagar newstrain
Advertisement
Advertisement