બેકાર એન્જિનિયરે ‘યુટ્યુબ’જોઇ ATMમાં છેડછાડ કરી લાખોનું ફ્રોડ કર્યું
બે વર્ષમાં 25થી વધુ બેંકોમાં ફ્રોડ કર્યુ પરંતુ પોલીસમાં પકડાયો પહેલીવાર !: આરોપી સાથે અન્ય કોઇ સામેલ હોવાની આશંકા
10 હજારથી વધુની રકમમાં બેંક નાણા પરત આપવા એપ્રુવલ આપતી નથી માટે આરોપી નવ થી સાડા નવ હજારની રકમ જ ઉપાડતો!
હરિયાણાના નુહુ જીલ્લાના ફિરોઝપુર તાલુકાના કંસાલી ગામના ડીપ્લોમાં ઈન મિકેનીકલ એન્જિનિયરની ડીગ્રી ધરાવતા અનિશ સફી મોહમદ મવ (ઉ.વ.31)ને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે. અનિશ બેકાર બની જતાં યુ-ટયુબમાં વીડિયો જોઈ એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો હતો. આ ભેજાબાજ એટીએમ મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનીટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી નાખતો અને ત્યાર બાદ પૈસા ઉપાડી મોનીટરમાં રહેલી સ્વીચ બંધ કરી નાખતો હતો.
તેણે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ પ્રકારે સંખ્યાબંધ બેન્કો સાથે છેતરપીંડી કર્યાનું બહાર આવ્યું છે. રાજકોટના નાગરિક બેન્ક ચોક પાસે શ્યામ કોમ્પલેક્ષમાં કેનેરા બેન્કનું એટીએમ આવેલું છે. જયાં અનિશે પ્રવેશ કરી રૂૂા.9 હજાર ઉપાડી લીધા બાદ એટીએમમાં ચેડા કરી ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી, રૂૂપિયા 9 હજાર પરત મેળવવા માટે ફરિયાદ કરી હતી. પરંતુ તેનો ભાંડો ફૂટી જતાં બેન્કે તેના વિરૂૂદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ મયુરઘ્વજસિંહ સરવૈયા અને પીએસઆઈ એમ.એન. વસાવાએ તપાસ શરૂૂ કરી તેને ઝડપી લીધો હતો.
તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા બે એટીએમ કાર્ડ ઉપરાંત જુદી-જુદી બેન્કોના 31 મળી કુલ 33 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત એટીએમનું મોનીટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે ચાવીઓ પણ કબજે કરી હતી.તેના મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 5 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમને હરિયાણામાં એક મિત્ર મળી જતાં તેણે એટીએમ ફ્રોડ વિશે માહિતી આપી હતી. ત્યાર પછી તેણે યુ-ટયુબમાંથી કઈ રીતે ફ્રોડ કરવો તેના વીડિયો જોઈ માહિતી મેળવી હતી. જેના આધારે તેણે એટીએમ ફ્રોડ શરૂૂ કરી દીધા હતા.
ગુજરાતમાં તેણે નડીયાદમાં બે વખત, અમદાવાદમાં ચારથી પાંચ વખત, જામનગરમાં છ વખત, રાજકોટમાં સાતથી આઠ વખત, કચ્છના ગાંધીધામમાં બે વખત ઉપરાંત સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ફ્રોડ કર્યા હતા. છેલ્લા બે વર્ષથી સંખ્યાબંધ બેન્કો સાથે તેણે ફ્રોડ કર્યા હતા.પરંતુ પહેલી વાર જ પકડાયો છે.તે જુદા-જુદા બેન્ક ખાતા ભાડેથી રાખી, તેના એટીએમ કાર્ડ મેળવી લઈ ફ્રોડ કરતો હતો.આરોપી અનિશ નવ કે સાડા નવ હજારની રકમ એટલે કઢાવતો કારણ કે જો રકમ 10 હજારથી વઘુ હોય તો બેન્કો તત્કાળ તે રકમની એપ્રુવલ આપતી નથી અને ઉંડાણપૂર્વકની તપાસ કરે છે. જેને કારણે જ આરોપી અનિશ રૂૂા.10 કરતાં ઓછી રકમ કઢાવી તે પરત મેળવવા માટે કલેઈમ કરતો હતો.કલેઈમ કરેલા કેસોમાં રેશિયો 60:40નો હતો. 60 ટકા કિસ્સાઓમાં તેને રકમ મળી જતી હતી.