For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેકાબૂ કાર ત્રણ લોકોને અડફેટે લઈ દુકાનમાં ઘુસી ગઈ : એકનું મોત

04:48 PM Mar 01, 2024 IST | Bhumika
બેકાબૂ કાર ત્રણ લોકોને અડફેટે લઈ દુકાનમાં ઘુસી ગઈ   એકનું મોત
  • ત્રિશૂલ ચોક પાસે પરોઢીયે બનાવ, નર્સિંગની છાત્રા ઈજાગ્રસ્ત
  • સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો : ચાલક સામે નોંધાતો ગુનો

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે.ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.ત્યારે રાજકોટ શહેરમાં ત્રિશુલ ચોકથી સહકાર નગરનો અકસ્માતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ સમગ્ર ઘટનામાં એક બેકાબુ કારના ચાલકે આજે સવારના સમયે પોતાની કાર લઈ સહકાર મેઈન રોડ ત્રિશુલ ચોક પાસેથી પસાર થતો હતો ત્યારે રસ્તા પર એક્ટિવા ચાલક નીકળેલા રાહદારી અને ત્યાં નજીકમાં આવેલી બ્યુટીપાર્લરની દુકાનમાં ધડાકાભેર અથડાઈ હતી.ત્યાં બસની રાહ જોઈ બેઠેલા એક નર્સિંગ છાત્ર અને વોકિંગ કરવા નીકળેલા ગેરેજ સંચાલકને ઠોકરે લેતા તેઓને પણ ગંભીર ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.અકસ્માતના બનાવમાં ગેરેજ સંચાલક પ્રૌઢનું સારવારમાં મોત નિપજયુ હતું.અકસ્માત સર્જનાર કારના ચાલકને પકડી લઈ સ્થાનિકોએ ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો.

Advertisement

વધુ વિગતો મુજબ,આજે સવારે લગભગ સાડા સાતેક વાગ્યાના અરસામાં એક કાર પુર ઝડપે આવી અને રસ્તા પર જતાં એક એક્ટિવાને ઠોકરે ચડાવી તુરંત વળાંક લઈ અને વોકિંગ કરતા પ્રૌઢ અને ત્યાં દુકાનને ઓટલા પર સહેલીઓ સાથે બસની રાહ જોઈ બેઠેલી છાત્રને ઠોકરે લઈ દુકાનમાં ઘુસી ગઈ હતી.પ્રૌઢ અને છાત્રાને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.ઇજાગ્રસ્તોમાં ત્રિશુલ ચોકમાં નારાયણનગરમાં રહેતા નલીનભાઈ પરસોતમભાઈ સિદ્ધપુરા(ઉ.55) જેઓ ગેરેજ સંચાલક છે તેમને સંતાનમાં બે દીકરા એક દીકરી છે અને સવારે વોકિંગ કરી મંદિરે જવા નીકળ્યા હતા.હસનવાડીમાં રહેતા નર્સિંગની વિદ્યાર્થી કુમકુમ મહેશભાઈ કાનાણી(ઉ.18) નિકાવા ગારડી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે.તેની બાજુમાં બેઠેલી પ્રિયા તુરંત ઉભી થઇ ભાગી જતા તેણી બચી ગઈ હતી.અકસ્માતમાં સારવારમાં રહેલા નલિનભાઈનું મોત નીપજ્યું હતું.તેમના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

ભયાનક અકસ્માતને પગલે એક્ટિવા,દુકાન અને કારમાં મોટું નુકસાન થયું હતું.તેમજ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી.આ ઘટના બાદ તુરંત આજુ બાજુના લોકો દોડી ગયા હતા અને ચાલકને પકડી લઈ ભક્તિનગર પોલીસને બોલાવી તેમને સોંપ્યો હતો.અકસ્માત સર્જનાર કારના ચાલક શનિ મહેન્દ્ર ડાઈમા(ઉ.25) (રહે.ઇન્દિરાનગર, સિંદૂરિયા ખાણ, કોઠારીયા રોડ)સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

ચાલકે નશો કર્યો હોવાની શંકા:ડીસીપી સજ્જનસિંહ પરમારે સ્થળ વિઝિટ કરી
આ અકસ્માતની ઘટનામાં રસ્તા પર વોકિંગ કરવા નીકળેલા પ્રૌઢ નલિનભાઈ સિદ્ધપુરાને કારના ચાલકે ઠોકરે લીધા બાદ તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.આ ઘટનામાં ડીસીપી ઝોન.1 સજ્જનસિંહ પરમારે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી.તેઓએ જણાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ સ્ટાફે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂૂ કરી છે.તેમણે નશો કર્યો છે કે કેમ?આ અંગે પણ તપાસ ચાલુ રાખી છે.

સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

આજે વહેલી સવારે સહકાર નગર મેઈન રોડ પર ત્રિશુલ ચોક પાસે અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં એક નર્સિંગ છાત્રા સહિત ત્રણને ઠોકરે ચડાવી કાર વ્રજ બ્યુટી પાર્લરની દુકાનમાં ઘુસી ગઈ હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.ચાલકે કોઈ કેફી દ્રવ્ય પીધું હતું કે કેમ?તે પણ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement