For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદના રાજપરા નજીક આઇસરમાંથી 140 કટ્ટા ઘઉંનો બિન અધિકૃત જથ્થો મળ્યો

11:44 AM Aug 24, 2024 IST | admin
બોટાદના રાજપરા નજીક આઇસરમાંથી 140 કટ્ટા ઘઉંનો બિન અધિકૃત જથ્થો મળ્યો

રાણપુરના મામલતદાર અને ટીમે રૂા.9.77 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

Advertisement

બોટાદ જિલ્લાના રાજપરા ગામના પાટિયા નજીકથી પસાર થતા એક આઈશરમાંથી 140 કટ્ટા ઘઉંનો બિન અધિકૃત જથ્થો જિલ્લા પુરવઠા અધિકારી તથા રાણપુરના મામલતદાર અને તપાસણી ટીમે કબજે કરી વાહન તેમજ ઘઉંના કટ્ટા એમ કુલ 9.77 લાખથી વધુનો મુદામાલ સીઝ કર્યો હતો.

રાણપુર શહેરમાં જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદાર રાણપુર તથા તપાસણી ટીમ દ્વારા તાજેતરમાં રાણપુર પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે તપાસમાં હતા ત્યારે એક આઈશર નં જીજે 33.ટી.5556 આવતા તેને ઉભું રખાવી ચેકિંગ કરતા આઈશરમાંથી અંદાજીત 140 કટ્ટા(ઘઉં)નો જથ્થો બિન અધિકૃત ભરેલો જોવા મળ્યો હતો તપાસણી સમયે આઈશરના ડ્રાઈવર પ્રેમજીભાઈ હરજીભાઈ મુંધવાનું રૂબરૂ નિવેદન લેતા આ ઘઉંનો જથ્થો અનિરુદ્ધ સિંહ રણજીતસિંહ રાઠોડ (રહે. પાળીયાદ)ની માલીકીનો હોવાનું અને આ જથ્થો પાળીયાદથી ચાંગોદર ભગુદેવ ફલોરમીલમાં ઉતારવાનો હોવાનું જણાવતા આ અંગે અધિકારીએ વધુ તપાસ કરતા આ ઘંઉના જથ્થા અંગેનુ કોઈ બીલ રજું કરાયુ ન હતુ જે અન્વયે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (નિયમન) આદેશ-1977થી ઘઉં અંદાજીત કટ્ટા જેની કિંમત અંદાજીત રૂ.1,77,580 અને એક આઈશર વાહન જેની અંદાજિત કિંમત 8 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે જેમાં ઘઉંનો જથ્થો સરકારી અનાજ ગોડાઉન બોટાદ ખાતે તથા આઈસર રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement