યાત્રાધામ વીરપુરમાં ક્ધયા શાળાની જૂની દીવાલ ધડાકાભેર ધરાશાયી
ક્ધયા શાળાનું હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ સ્થળાંતરિત હોવાથી સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં બે દિવસના વિરામ બાદ સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું, છેલ્લા ઘણા સમયથી ધીમીધારે વરસેલા વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને વરાપની આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે શુક્રવારે સાંજના પાંચ વાગ્યા ની આસપાસના સમયે અચાનક ધડાકા ભેર ક્ધયા શાળાની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી,સ્થાનિકોના જણાવ્યા મુજબ વીરપુર ચામુંડા ચોકમા માતુશ્રી વીરબાઈમાં ક્ધયા શાળા આવેલી છે એ ક્ધયા શાળાનું બિલ્ડીંગ જર્જરિત થતા તંત્ર દ્વારા જર્જરીત શાળાના બિલ્ડીંગને પાળીને હાલ નવા બિલ્ડીંગ બાંધકામની કામગીરી શરૂ છે .
પરંતુ ક્ધયા શાળાની ફરતે બાજુ જૂની આશરે આઠ ફૂટ જેટલી ઉંચી અને સાઈઠ, સિત્તેર ફૂટ જેટલી લાંબી જર્જરિત દીવાલ શાળા ના નવા બિલ્ડીંગના બાંધકામના કોન્ટ્રાક્ટરે આ જર્જરિત દીવાલ હટાવી નહિ અને ફરતે બાજુ એમની એમ જ રાખી તેમજ દીવાલની અંદરની બાજુએ શાળાના નવા બિલ્ડીંગના બાંધકામની કામગીરી ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટરની બેદકારીને કારણે આ દિવાલની પાસે રેતીનો મસ મોટો ઢગલો કરવામાં આવ્યો હોવાથી આ રેતીના ઢગલા પર ધીમીધારે વરસેલા વરસાદને લઈને રેતીનો ઢગલો દીવાલની બાજુએ પ્રેશર કરતા આ જર્જરિત દીવાલ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગઈ હતી અને દીવાલ પાસે પાર્ક કરેલા મેટાડોર ટેમ્પોમાં નુકશાન થયું હતું.
એક મોટરસાઇકલનો બુકડો બોલી ગયો હતો, ક્ધયા શાળાનું હાલ નવા બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ સ્થળાંતરિત હોવાથી સદભાગ્યે કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થીઓ ત્યાં હતા નહિ જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી,ક્ધયા શાળાની આ જર્જરિત દિવાલ અચાનક ધરાશાય થતા આસપાસના લોકો પણ ભયભીત થયા હતા હજુ પણ આ દીવાલ અનેક જગ્યાએ જર્જરિત હાલતમાં છે અને હાલ ચોમાસાની ઋતુ શરૂ છે અને વરસાદ ઝાપટા વરસે છે ત્યારે જો સત્વરે આ જર્જરિત દીવાલ હટાવવામાં નહિ આવે તો ભવિષ્યના સમયમાં આ દીવાલ વરસાદને કારણે ધરાશાય થઈ શકે તેમ છે અને કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકે છે કારણ કે આ દીવાલની બે બાજુએ મોટો રહેણાંક વિસ્તાર છે અને ત્રીજી બાજુએ વીરપુરનો મુખ્ય રોડ આવેલ છે જ્યાં મોટા પ્રમાણમા લોકો અવરજવર કરતા હોય છે માટે આ ક્ધયા શાળાની જર્જરિત દીવાલ સત્વરે દૂર કરવા લોક માંગ ઉઠી છે.