For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખામાં આખલાએ ઢીંકે ચડાવતા વૃધ્ધનું સારવારમાં મોત

01:27 PM Feb 05, 2024 IST | Bhumika
ઓખામાં આખલાએ ઢીંકે ચડાવતા વૃધ્ધનું સારવારમાં મોત

ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા કરીમભાઈ મંગાભાઈ ચાવડા નામના 71 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધને રસ્તે રખડતા ખૂંટિયાએ પછાડી દેતા ગંભીર રીતે ઘવાયેલા કરીમભાઈ ચાવડાને લોહી લુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર હમીદભાઈ કરીમભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને કરી છે.

Advertisement

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કરણ વીરાભાઈ ગઢવી નામના 22 વર્ષના યુવાને તળાવની પાળ પાસે આવેલી માલધારી હોટલના ટેબલ ઉપર રાખવામાં આવેલો રૂૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂૂપિયા 3,000 રોકડા મળી કુલ રૂૂપિયા 13,000 નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement