For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારામાં ભાઇને રાખડી બાંધી પરત ફરતા રાજકોટના વૃદ્ધાનું અકસ્માતમાં મોત

11:59 AM Aug 23, 2024 IST | admin
ટંકારામાં ભાઇને રાખડી બાંધી પરત ફરતા રાજકોટના વૃદ્ધાનું અકસ્માતમાં મોત

મિતાણા નજીક ટ્રક ચાલકે બાઇકસવાર દંપતીને ઠોકરે લીધું

Advertisement

રક્ષાબંધનના દિવસે રાજકોટથી દંપતી ટંકારા ખાતે રાખડી બંધાવવા માટે થઈને આવેલ હતું અને ત્યાંથી મીતાણા ગામે માતાજીના મંદિરે દર્શન કરીને તેઓ પરત રાજકોટ તરફ જતા હતા. ત્યારે મીતાણાના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું હતું.

પતિને પણ જમણા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે. મૂળ ટંકારા તાલુકાના શક્તિનગર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક બ્રાહ્મણી પાર્ક-2 શેરી નં-4 માં રહેતા ગણેશભાઈ મેઘજીભાઈ ગજેરા (ઉ.61) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એટી 8487ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

Advertisement

જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના પત્ની ગોદાવરી ગણેશભાઈ ગજેરા (ઉ.59)ની સાથે રાજકોટથી રક્ષાબંધનનો તહેવાર હોય ટંકારા ખાતે ફરિયાદીના બહેન અને ગોદાવરીબેનના ભાઈ ટંકારામાં રહેતા હોવાથી ત્યાં રાખડી બંધાવવા માટે થઈને આવ્યા હતા અને રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ કરીને તેઓ સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટંકારાથી પરત રાજકોટ જવા માટે નીકળ્યા હતા. ત્યારે મીતાણા ગામ પાસે તેઓના માતાજીનું મંદિર હોય ત્યાં દર્શન કરીને મીતાણાના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 એમએફ 6838 લઈને જતા હતા. ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હેડફેટે લીધું હતું.

જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક ગણેશભાઈ ગજેરાને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જોકે તેમના પત્ની ગોદાવરીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં ગણેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement