રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઠારિયા રોડ પર ડમ્પરની ઠોકરે ચડી જતાં વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

04:44 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

આજે સવારે કોઠારીયા રોડ પર ડમ્પર હડફેટે ચડી ગયેલા એક વૃધ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. કોઠારીયા રોડ પર, ખોડીયાર હોેટેલ પાસે, જયનગર, હાઉસિંગ બોર્ડના કર્વાટરમાં રહેતા વિનુભાઇ નરશીભાઇ ડાભી (ઉ.વ.60) આજે સવારે 11 વાગ્યે પોતાના ઘર પાસે ચાલીને જતાં હતાં.

Advertisement

ત્યારે એક ડમ્પર જીજે03 બીવાય 7370ના ચાલકે વિનુભાઇને હડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં તેમનું ટુંકી સારવારમાં મૃત્યુ થયું હતું. બનાવની જાણ પરથી હોસ્પિટલે દોડી ગયેલી આજીડેમ પોલીસે જરૂરી કાગળો કરી મૃતકની પીએમ વીધિ કરાવી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ મૃતકને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. તેમજ ત્રણ ભાઇ અને ત્રણ બહેનોમાં મોટાભાઇ હતાં. મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતાં હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement