પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોત
રાજકોટ શહેરના પડધરીના દહીસરા ગામે રહેતાવૃદ્ધ ગઈકાલે તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ ઘરે જતાં હતા ત્યારે પડધરીમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે લેતા તેમને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે અકસ્માત સર્જી ફરાર થયેલા બાઈકના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દહીસરા ગામે રહેતા સવજીભાઈ કાળાભાઈ ચાવડા (ઉ.વ.62) ગઈકાલે બપોરે પોતાનું એક્ટિવા લઈ તેમની પૌત્રી જીજ્ઞાસા જે ધો. 10 માં અભ્યાસ કરતી હોય તેમની પરીક્ષા પડધરીની રીધ્ધી-સીધ્ધી સ્કૂલમાં હોય તેમને લઈને ઘરે જતાં ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે પહોંચતા અજાણ્યા બાઈકના ચાલકે ઠોકરે લેતા દાદા અને પૌત્રી બન્ને રસ્તા પર ફંગોળાયા હતાં. સવજીભાઈને ગંભીર ઈજા થવાથી તેમને સારવારમાં ખસેડાતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે પૌત્રી જીજ્ઞાસા (ઉ.વ.1)ને સામાન્ય ઈજા થઈ હતી. સવજીભાઈને સંતાનમાં બે દિકરા એક દિકરી છે. પોતે ચાર ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરના હતા પોતે કડિયા કામ કરે છે.
પરિવારે જણાવ્યું કે, ગઈકાલે જીજ્ઞાસાને ધો. 10માં સામાજીક વિજ્ઞાનનું પેપર હોય તે પુરુ થતાં સવજીભાઈ તેમને રિધ્ધિ-સિધ્ધિ સ્કૂલે તેજવા ગયા હતાં. અને ત્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ મામલે અકસ્માત સર્જનાર બાઈકના ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.