ઉપલેટામાં લાખોના ખર્ચે બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ ખંડેર
નગરપાલિકા તંત્ર જાળવણી કરવામાં નિષ્ફળ હોવાની ફરિયાદો સાથે ઉમેદવારો, સ્થાનિકોમાં રોષ
ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકને સમકક્ષ 400 મીટરનો એક રનિંગ ટ્રેક બનાવાયેલ છે જે રનિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ વર્ષ 2019 માં તેમનું કેબિનેટ મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતનાઓનું ઉપસ્થિતિમાં તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ થયેલા અને લાખો રૂૂપિયાના ખર્ચે બનાવેલ રનીંગ ટ્રેકમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની જાળવણીનો અભાવ ન થતો હોવાને કારણે આ રનીંગ ટ્રેક દિવસેને દિવસે ખરાબ અને ખંઢેર હાલતમાં થઈ રહ્યો છે ત્યારે આ ખરાબ થયેલા રનિંગ ટ્રેકને લઈને અહીં આવતા અને પરીક્ષાની ફીઝીક્લ તૈયારીઓ કરતા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી તકલીફો વેઠી રહ્યા હોવાનું અને તંત્રની ઢીલાસથી ખુબ જ નારાઝ હોવાનું સામે આવ્યું છે.
ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ આ રનીંગ ટ્રેકની જાળવણી માટેના જવાબદાર તંત્ર આ ખરાબ થયેલા અને જાળવણી ન કરતા તંત્રથી ખુબ નારાઝ અને રોષે ભરાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે અંગે યોગ્ય કાર્યવાહી અને કામગીરી કરી યોગ્ય રીતે જાળવણી કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે અહીં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અહીંયાથી પ્રશિક્ષણ લઈને પોતાની ફિઝિકલ તૈયારીઓ અને ફિટનેસ માટેની તૈયારીઓ કરતા હોય છે જેથી આ ખરાબ થયેલા અને જાળવણીના અભાવે ખંઢેર બની રહેલા ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેકને જવાબદાર તંત્ર દ્વારા સાર સંભાળ લઈ પુન:સ્થાપિત યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી છે.
ઉપલેટા શહેરમાં આવેલું આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક કે જે 400 મીટરનો છે તે માટે ઉમેદવારો વહેલી સવારે ચાર વાગ્યાથી પોતાની પ્રશિક્ષણ માટેની તૈયારીઓ માટે દોડવા અને ફિઝિકલ ફિટનેસ માટે આવે છે ત્યારે અહીંયા રોજના અંદાજે 150 થી 200 જેટલા ઉમેદવારો હાલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે આર્મી, ફોરેસ્ટ અને પોલીસ વિભાગની પરીક્ષા માટે ફિઝિકલ તૈયારીઓ કરે છે ત્યારે આ રસ્તા ઉપર લાઈટની પણ વ્યવસ્થા નથી અને સાથે જ જાળવણીના અભાવે અહીંયા કાદવ, કીચડ ઉદભવી રહ્યું છે ત્યારે અહીંયા લાખો રૂૂપિયાના ખર્ચે બનાવેલ અને આસપાસના શહેરને તાલુકા જિલ્લા વિસ્તારના ઉમેદવારો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેક જવાબદાર તંત્રની અનઆવડત અને કાળજીના અભાવે ખંઢેર થઈ રહ્યું છે.
અહીંયા જ્યાં ત્યાં રસ્તા ઉપર જાડી જાખરા ઉગી ચુક્યા છે અને સાથે જ કાદવ કિચનના કારણે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ પડે છે ત્યારે અહીંયાના સિનિયર સિટીઝનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને આસપાસના નાગરિકો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે સાર સંભાળ લઈ જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ રનીંગ ટ્રેક અને ગ્રાઉન્ડની જાળવણી જવાબદાર તંત્ર કરતો નથી તેવી પણ ફરિયાદ સ્થાનિકોએ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લાખો રૂૂપિયાના ખર્ચે બનેલ અને આસપાસના શહેરને તાલુકા જિલ્લા વિસ્તાર માટેનું એકમાત્ર અમૂલ્યવાન ગ્રાઉન્ડ અને રનીંગ ટ્રેકની જાળવણી બાબતમાં તંત્ર ઊંઘમાંથી જાગી પોતાની જવાબદારી નિભાવે છે કે તેમ તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે.