For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફળિયામાં રમતા પાંચ વર્ષના માસૂમને દીપડાએ ફાડી ખાધો

01:40 PM Feb 01, 2024 IST | Bhumika
ફળિયામાં રમતા પાંચ વર્ષના માસૂમને દીપડાએ ફાડી ખાધો

વેરાવળના ઉકડિયા ગામના બનાવથી ભયનો માહોલ, વન વિભાગે ચાર પાંજરા ગોઠવ્યા

Advertisement

વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડએ હુમલો કરી ઉઠાવી ગયો હતો.બાદમાં ગ્રામજનોની એક કલાકાની જહેમત બાદ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યું હતું. જોકે સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો.આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉમેદભાઈ પીઠીયાનો ચાર વર્ષનો પુત્ર અક્ષય સમી સાંજે મકાનના ફળિયામાં રમતો હતો. ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી નાસી છૂટ્યો હતો.

આ સમયે બાળકના દાદીમાં જોઈ જતા દેકારો કર્યો હતો અને ગ્રામજનો એકઠાં થઈ જતા બાળકની શોધખોળ આદરી હતી.અંદાજે એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીની જાળીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

ઘટનાની જાણ વન વિભાગની થતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા તાબડતોબ ચાર જેટલા પાંજરાઓ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ચાર વર્ષના માસુમ બાળકના મૃત્યુના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement