રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં ફરી ગ્રીષ્મા જેવી ઘટના બનતા અટકી, 'મારો ફોન કેમ નથી ઉપાડતી' કહી યુવકે યુવતીને છરીના ઘ માર્યા

11:03 AM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી ગઈ હતી. શહેરના કાપોદરા વિસ્તારમાં યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવતી પર હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્થાનિકોએ હિંમત કરીને યુવકને ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો. . હુમલામાં યુવતીને આંખ, મોંઢા અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. આ પોલીસે વધુ તપસ હાથ ધરી છે. આરોપી યુવક અને યુવતી બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

Advertisement

મળતી માહિતી અનુસાર સુરતના કાપોદરામાં 19 વર્ષની યુવતી પોતાના કોલેજના મિત્ર સાથે બપોરે બાઈક પર ઘરે આવી રહી હતી. તે સમયે ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર રૂતિક વસાવા આવ્યો હતો. આરોપી યુવકે પગેલા બાઇકને લાત મારી હતી જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા. ત્યાર બાદ તરત જ હુમલાખોર રૂતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી ઉપર હુમલો કરી દીધો હતો. ‘મારો ફોન કેમ ઉપાડતી નથી’ કહી ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. જો કે પોતાની ઉપર હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેથી તરત જ નજીકના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર યુવકને ઝડપ્યો હતો.

આ હુમલામાં યુવતીને આંખ, હાથ તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટોળાએ હુમલાખોર યુવકને પકડીને હાથમાંથી ચપ્પુ છીનવી લીધું હતું અને તેને માર મારીને પોલીસને જાણ કરી હતી. બાદમાં આરોપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસમાં ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયો હતો. યુવક યુવતીના પ્રેમમાં એક તરફી પાગલ હતો.

Tags :
crimecrime newsgujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement