For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ અંગે અગત્યની મીટિંગ યોજાઈ

11:51 AM Aug 05, 2025 IST | Bhumika
જૂનાગઢમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ અંગે અગત્યની મીટિંગ યોજાઈ

વિવિધ સમિતિઓના જવાબદાર વ્યક્તિઓના નામની જાહેરાત કરાઈ

Advertisement

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 8 વર્ષથી જૂનાગઢમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ 9મા વર્ષે જૂનાગઢમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- 2025નું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે પારિવારિક માહોલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય અને ખેલૈયાઓ સુરક્ષિત માહોલમાં નવ દિવસ સુધી ગરબા રમીને માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિ મહોત્સવના સમગ્ર આયોજનને લઈને એક અગત્યની મીટિંગનું આયોજન તારીખ 1 ઓગસ્ટ ને શુક્રવારના રોજ સાંજે જૂનાગઢના બંસીધરનગર સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.

આ મીટિંગમાં શ્રી ખોડલધામ જૂનાગઢનીની વિવિધ સમિતિઓના જવાબદાર વ્યક્તિઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- 2025ના કલાકારો, ઓરકેસ્ટ્રા, સાઉન્ડ સિસ્ટમ અને નવરાત્રિ મહોત્સવ સ્થળ સહિતની જાણકારી આપવામાં આવી હતી. નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓના પાસ બુકિંગ, સ્પોન્સર, આઠમની મહાઆરતીનું આયોજન, સુરક્ષા વ્યવસ્થા વગેરેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવરાત્રિ મહોત્સવમાં સેવા આપનાર વિવિધ સમિતિઓના ગઠન અંગે આયોજન કરીને સ્વેચ્છાએ સેવા આપવા તત્પર સ્વયંસેવકોના નામની નોંધણી પણ કરવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવના આયોજન અંગેની મીટિંગમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના ટ્રસ્ટીશ્રી તથા શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથ ટ્રસ્ટીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ તથા ડોક્ટરોએ વિશેષ હાજરી આપી હતી. આ મીટિંગમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નવરાત્રી મહોત્સવની મીટિંગમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી. ઉપરાંત આ અંગે માતાજીનો રથ થોડા દિવસોમાં જૂનાગઢમાં પધારવાનો હોય તેની પણ માહિતી લોકોને આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું. નવરાત્રી મહોત્સવના કાર્યક્રમ અંગેની સંપૂર્ણ માહિતી જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિના સહ ક્ધવીનર પ્રો. હરેશભાઈ કાવાણી અને જૂનાગઢ જિલ્લા ખોડલધામ યુવા સમિતિના સહ ક્ધવીનર પ્રો. જીગર રાદડિયા એ આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement