રાજકોટમાં બિમારીની વધુ પડતી દવા પી લેનાર એન્જિનિયરીંગના છાત્રનું મોત
રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા કોલેજિયન યુવાને બીમારીની વધુ પડતી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા ધ્રુવ દિનેશભાઈ પરમાર નામનો 17 વર્ષનો સગીર ગત તા.28ના રોજ તેના ઘેર એકલો હતો તે દરમિયાન બીમારીની વધુ દવા પી લીધી હતી. સગીરને ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સરવૈયા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક આત્મીય કોલેજમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને કેટલાક દિવસથી ટેન્શનમાં રહેતો હોય બહારથી ઘેર આવેલા પરિવારને જાણ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરતા યુવકના પિતા મેટોડા ખાતે મજૂરીકામ કરતા હોવાનું જણાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.