નાગનાથ ચોકડી પાસે ટ્રકની અડફેટે વૃધ્ધાનું મોત
12:13 PM Oct 16, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
આજે સવારે જામનગર શહેરમાં નાગનાથ ચોકડી પાસે એક દર્દનાક ઘટના બની હતી જેમાં એક વૃદ્ધાનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધા રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે એક ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે જ વૃદ્ધાનું મોત થયું હતું. મૃતક વૃદ્ધાની ઓળખ ગોદાવરીબેન મોહનલાલ મઢવી (ઉંમર 70) તરીકે થઈ છે. તેઓ નાગમતી ભવન, સી. 306, પટેલ સમાજ લાલવાડીમાં રહેતા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. ટ્રક નંબર જી જે 10 ટીટી 8478ને પોલીસે કબજે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વૃદ્ધાના અણધાર્યા અંતને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે
Next Article
Advertisement