વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોત
વિછીયાનાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક વૃધ્ધ વોકીંગ કરી પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા. ત્યારે એક અજાણ્યા બાઇકનાં ચાલકે તેમને ઠોકરે લેતા તેમને રાજકોટની સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનામા વિછીયા પોલીસ સ્ટાફે અકસ્માત સર્જનાર બાઇકનાં ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ વિછીયામા રહેતા વિજયભાઇ નરોતમભાઇ પરમાર નામનાં પ9 વર્ષનાં વૃધ્ધ ગઇકાલે સવારે 6 વાગ્યે પોતાનાં ઘરેથી બસ સ્ટેન્ડ તરફ વોકીંગ કરવા નીકળા હતા. ત્યારે પુરજડપે આવી રહેલા બાઇકનાં ચાલકે વિજયભાઇને ઠોકરે ચડાવતા તેઓને માથાનાં ભાગે અને શરીરનાં ભાગે ઇજાઓ થતા ઘવાયેલા વિજયભાઇને તુરંત રાજકોટની સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવતા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ. વિજયભાઇ અપરણીત હતા. તેઓ 3 ભાઇમા મોટા હતા. અકસ્માતની ઘટનામા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે તેમજ વિજયભાઇનાં મૃત્યુથી પરીવારમા શોકમય માહોલ છવાઇ ગયો છે.