શુકલ પીપળિયા પાસે નદીમાં નાહવા પડેલા વૃદ્ધનું ડૂબી જતા મોત
શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલા સંજયનગરમાં રહેતા વૃદ્ધ સાયકલ લઇને શુકલ પીપળીયા ગામ પાસે નદીમાં ન્હાવા ગયા હતા. જયા વૃદ્ધનુ નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ ઉપર આવેલા સંજયનગરમાં રહેતા ભરતભાઇ રૂપાભાઇ નામના 63 વર્ષના વૃદ્ધ પોતાની સાયકલ લઇને શુકલ પીપળીયા ગામે આવેલી નદીમાં ન્હાવા ગયા હતા. જયા વૃદ્ધ નદીમાં ન્હાવા પડતા ઉડા પાણીમા ગરકાવ થઇ ગયા હતા. વૃદ્ધનુ ડૂબી જવાથી મોત નીજપતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક વુદ્ધ શુકલ પીપળીયા ગામે પોતાના ચામુડા માતાજીના મઢે અવાર નવાર દર્શન કરવા જતા હતા અને કાલે પણ દર્શન કરવા જતા નદીમાં ન્હાવા પડયા હતા. ત્યારે ડૂબી જવાથી મોત નીપજયા હોાવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાત બીજા બનાવમાં રાજકોટમાં કુવાડવા રોડ પર લક્ષ્મણપાર્કમાં રહેતો સાવન રમેશભાઇ લીબાસીયા નામનો 25 વર્ષનો યુુવાન 9 માસ પહેલા મધરવાડાથી સ્કૂટર લઇ રાજકોટ આવતો હતો ત્યારે કુવાડવા રોડ પર પહોંચતા રસ્તા અચાનક આડા ઉતરેલા વૃદ્ધાને બજાવવા જતા સ્કૂટર સ્લીપ થયું હતું. તે દરમિયાન પાછળથી ધસી આવેલા અજાણયા વાહન ચાલકે સાવાન લીબાસીયાને ઠોકરે ચડાવ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલા યુવકને દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.