ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાઘેરવાડામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

12:11 PM Aug 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગરના વાઘેરવાડામાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતના મન દુ:ખના કારણે બઘડાટી બોલી ગઈ હતી, અને મારામારીમાં એક જૂથના ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને સિટી એ.ડિવિઝન નો પોલીસ કાફ્લો દોડતો થયો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે જુનિ અદાવત ના કારણે બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. એક જૂથ ના કેટલાક હુમલા ખોરો દ્વારા હથિયારો સાથે ધસી આવી ચાર યુવાનો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા, જેથી વાઘેરવાડા વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.

આ હુમલા ના બનાવવામાં ઇજાગ્રસ્ત બનેલા અખ્તર (અકુ) ઇકબાલભાઇ સચડા, જાવેદ આદમભાઇ ગજીયા, શબ્બીર હુસેનભાઇ ગંઢાર અને ઝુબેર મુનાવરભાઇ ભાયા નામના ચાર યુવાનોને નાની મોટી ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત વાઘેરવાડા વિસ્તારમાં પણ પોલીસ ટુકડીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને હુમલા ના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement