For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડેન્ગ્યુના કેસ વધતા મનપા દ્વારા એડ્વાઈઝરી જાહેર

04:06 PM Aug 01, 2024 IST | Bhumika
ડેન્ગ્યુના કેસ વધતા મનપા દ્વારા એડ્વાઈઝરી જાહેર
Advertisement

રોગને અટકાવવો એ જ ઉત્તમ પગલું છે, એડિસ મચ્છરોની ઉત્પત્તિ રોકવા પ્રયાસ કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ

ડેંગ્યુના કેસમાં વધારો થતાં મનપા દ્વારા એડીસ મચ્છરો સામે રક્ષાત્મક પગલા માટે આજે એડવાઈઝરી જાહેર કરી છે. અને તેનો અમલ કરવાનો આરોગ્ય વિભાગે લોકને અનુરોધ કર્યો છે.

Advertisement

ડેન્ગ્યુના લક્ષણો :- સખત તાવ, માથાના આગળના ભાગમાં દુખાવો અને કમરમાં દુખવો, આંખની પાછળ દુખાવો જે આંખના હલનચલનથી વધે છે, સ્નાયુ અને સાંધાનો દુખાવો, છાતી અને હાથ પર ઓરી જેવા દાણા ઉબકા-ઉલટી, ભુખ ન લાગવી અને બે સ્વાદ, કબજીયાત

ડેન્ગ્યુની સારવાર :- તાવ દરમ્યાન સંપુર્ણ આરામ, તાવ અને દુ:ખાવા માટે ટેબ, પેરાસીટામોલ 5ણ ટેબ. એસ્પીરીન ન જ લેવાય, સખત દુ:ખાવા માટે દર્દનાશક અથવા, સામાન્ય ઘેન લાવનાર દવા આ5વી., ઠંડા પાણીના પોતા મુકવાં, નબળાઇ,, પુષ્કળ 5સીનો કે ઝાડા અથવા ઉલ્ટી હોય તો ઓ.આર.એસ. દ્રાવણ, પુષ્કળ પ્રવાહી, ફળોનો રસ વગેરે, ડેન્ગ્યુ હેમરેજીક ફિવર (ડીએચએફ) કે ડેન્ગ્યુ શોક સીન્ડ્રમ (ડી.એસ.એસ.) માટે હોસ્પિટલાઇઝેશન કરાવવું.

રોગનો ફેલાવો :- (1) ડેન્ગ્યુ વાયરસનો ચે5 માણસમાં દિવસે કરડતા માદા એડિસ ઈજીપ્તી મચ્છર દ્વારા ફેલાય છે. (ર) ડેન્ગ્યુ વાયરસના છુટા છવાયાકેસ સમગ્ર વર્ષ દરમ્યાન બનતા હોય છે. ડેન્ગ્યુ વાયરસનું જીવનચક્ર મનુષ્ય અને મચ્છર બંનેમાં ચાલુ રહે છે. (3) ડેન્ગ્યુના દર્દીને જયારે માદા એડીસ ઇજીપ્તાઇ મચ્છર કરડે છે ત્યારે ચે5 મચ્છરમાં ફેલાય છે અને 8 થી 10 દિવસમાં આ મચ્છર ચેપી બને છે. આવો મચ્છર આજીવન ચેપી રહે છે.માદા મચ્છર 3 અઠવાડીયા સુધી સામાન્ય તા5માનમાં જીવી શકે છે. (4) એડીસ મચ્છરો ઘરમાં બારશાખમાં અને અન્ય અંઘારી જગ્યામાં રહે છે. (5) આ એડિસ ઈજીપ્તી મચ્છર આપણા ઘરમાં જ પાણી ભરેલ પાત્રો અથવા વરસાદી પાણી જમા થતુ હોય તેવી જગ્યાઓએ ઉત્પન્ન થાય છે જેમ કે, સીમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે ભંગાર, પક્ષીકુંજ, પશુના પાણીના અવાડા, નાળીયેરની કાછલી, છોડના કુંડા, તેની નીચે રાખેલ પ્લેટ, ફ્રિજની પાછળની ટ્રે, માટલા, સુશોભન માટેના ફુવારા, અગાસી - છજજામાં જમા થતુ વરસાદી, પાણી - મનીપ્લાન્ટ, અન્ય પ્લાન્ટ માટેની કાચની બોટલ

ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયા થી બચવા માટે લેવાના થતા પગલાઓ વરસાદના વિરામબાદઆવા ઉ5રના તમામ પાત્રોમાં સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીને ખાલી કરીને સાફ કરવા. પાણી ખાલી થઇ શકે તેમ ન હોય તેવી જગ્યાએ કેરોશીન કે ઓઇલનો છંટકાવ કરવા,ે વરસાદ બાદ અગાસી તથા છજજામાં જમા થયેલ વરસાદી પાણીને ફેલાવીને સુકવીદો, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા દિવસ દરમ્યાન આખીબાંયના કપડા પહેરવા તથા શરીરના ખુલ્લાભાગ પર ક્રીમનો ઉપયોગકરવો., પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, અઠવાડિયામાં એક વખત પાણી સંગ્રહના તમામ પાત્રો સાફ કરી સૂકવીને ઉપયોગમાં લેવા, અઠવાડિયામાં એક દિવસ સૂકા દિવસ તરીકે રાખવો, દર અઠવાડીયે ફુલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી, ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રો,ભંગાર, ટાયર, નાળીયેરની કાછલી વગેરેનો નાશ કરવો, ઘરમાં દરેક સ્થળે અગાશીથી, ઘરની અંદરનવેરુ તથા ઘરની બહાર ઓસરી તથા શેરીમાં જયાં પાણી ભરેલ ટાંકી હોય અથવા પાણી એકઠુ થતુ હોય તેવા ઉપર દર્શાવેલ તમામ સ્થળ ચકાસી જો પાણી જમા રહેતું હોય તો પાણીનો નિકલ કરવો, નળની કુંડીમાં પાણી ગયા બાદ સાવ કોરી કરી સાફ કરવી, ફ્રિજની ટ્રે દર ત્રીજા દિવસે ખાલી કરી ધસીને સાફ કરવી, વરસાદ બંઘ થયા બાદ છોડના કુંડામાં જમા રહેતું વઘારાનું પાણી ખાલી કરવું, તાવ આવે તો નજીક ના આરોગ્ય કેન્દ્ર ખાતે સંપર્ક કરવો.

Advertisement
Tags :
Advertisement
Advertisement