રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓરિસ્સામાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા નિપજાવનાર બંગાળનો આરોપી ઝડપાયો

04:32 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

ઓરીસ્સા મુન્નીગુડા વિસ્તારમાં 10 વર્ષની બાળકીનું તે જ વિસ્તારમાં રહેતા મુળ બિહારના શખ્સે દુષ્કર્મના ઇરાદે અપહરણ કરી બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ આચરી બાળકીનું ગળુ દબાવી હત્યા નીપજાવી નાખી હતી. હત્યા બાદ આરોપી ત્યાંથી નાશી છૂટયો હતો. દરમિયાન ફરાર આરોપી રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રહેતા તેના ભાઇના ઘરે છુપાયેલો હોવાની બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારા આરોપીને ઝડપી પાડી આકરી ઢબે સરભરા કરી હતી અને ઓરીસ્સા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી બી.બી.બસિયા દ્વારા અલગ- અલગ રાજ્યમાં ગુનાઓ કરી

Advertisement

નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઈ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, ઓરિસ્સા રાજ્યમાં હત્યા કરી આરોપી અહીં રાજકોટમાં છુપાયો છે આ બાતમીના આધારે પોલીસે આજીડેમ ચોકડી પાસેથી આરોપી હરશ્રીરામ રાજેશરામ રામ (ઉ.વ 24 રહે. દુર્ગા મંદિરની બાજુમાં મેજરગંજ સીતામઢી, બિહાર)ને ઝડપી લીધો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ બિહારનો અને હાલ ઓરિસ્સાના રાયગઢ વિસ્તારમાં રહેતો હતો અને અહીં મજૂરી કામ કરતો હતો દરમિયાન અહીં શ્રમિક પરિવારની દસ વર્ષની બાળનું આરોપીએ અપહરણ કરી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.બાદમાં ગળાટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. પખવાડિયા પૂર્વે બનેલા આ બનાવ અંગે ઓરિસ્સાના મુન્નીગુડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.હત્યાના બનાવના પગલે આરોપી ત્યાંથી નાસી અહીં રાજકોટ આવી પહોંચ્યો હતો રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં તેનો ભાઈ રહેતો હોય અને આરોપી પણ બે વર્ષ અગાઉ રાજકોટમાં રહી મજૂરી કામ કરતો હતો. તે અહીં આવી ભાઈના ઘરે છુપાઈને રહેતો હતો જેને પોલીસે ઝડપી પાડયો છે. બાદમાં આ બાબતે સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. આરોપી સામે હત્યા અને અપહરણનો ગુનો જે તે સમયે નોંધાયો હતો હવે પોકસો એક્ટનો ઉમેરો કરાશે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement