ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાજડી પાસે બે આખલાની લડાઈમાં અકસ્માત સર્જાયો : યુવાનનું મોત મિત્ર ઘાયલ

12:10 PM Jul 16, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટના કાલાવડ રોડ પર વડવાજડી પાસે આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં યુનાઈટેડ કંપનીમાં કામ કરતાં યુવાનનું મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલ મિત્રને ઈજા પહોંચી હતી. વાજડી નજીક પુલ ઉપર બે આખલા લડાઈ કરતાં હોય જેને બચાવવા જતાં યુવાનનું મોટર સાઈકલ સ્લીપ થયું હતું અને પાછળથી આવતો ટ્રક આ બન્ને યુવાનો ઉપર ફરી વળ્યો હતો. જેમાં 35 વર્ષિય યુવાનનું મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલો યુવાન ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

મળતી વિગતો મુજબ, રાજકોટ-કાલાવડ રોડ પર વાજડી પુલ પાસે સર્જાયેલા અકસ્માતમાં યુનાઈટેડ કંપનીમાં કામ કરતાં ચિરાગ ચિકાણી (ઉ.35)નું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે તેની સાથે રહેલ નીતિન રાઠોડ (ઉ.27) ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં મેટોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ યુનાઈટેડ કંપનીમાં કામ કરતો ચિરાગ ચિકાણી અને તેની સાથેનો નિતીન રાઠોડ બન્ને પોતાનું મોટર સાઈકલ લઈને વાજડી નજીક પુલ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે આ પુલ ઉપર બે આખલાની લડાઈ ચાલુ હતી.

રસ્તા ઉપર આખલા લડાઈ કરતાં હોય જેથી આ બન્ને યુવકો પોતાનું મોટર સાઈકલ આખલા પાસેથી તારવવા જતાં મોટર સાઈકલ સ્લીપ થયું હતું અને પાછળથી આવતાં ટ્રક નીચે મોટર સાઈકલ આવી જતાં ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળ્યા હતાં. જેમાં ચિરાગ ચિકાણીનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.

જ્યારે નીતિન રાઠોડને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ વાજડી રોડ પર પુલ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રાફીક વ્યવહાર પુર્વવત કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement