For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક દારૂ-બીયર ભરેલી કારનો અકસ્માત થતા રોડ પર રેલમછેલ

11:39 AM Jul 10, 2024 IST | Bhumika
ભાવનગર નજીક દારૂ બીયર ભરેલી કારનો અકસ્માત થતા રોડ પર રેલમછેલ
Advertisement

ભાવનગર -અમદાવાદ હાઈવે પર ગણેશગઢ ગામ પાસે ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા કારમાં રહેલા બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે કારમાં દારૂ બિયરનો જથ્થો હોય રસ્તા ઉપર દારૂની બોટલો અને બિયરના ટીનો ઉડ્તા રસ્તા પર દારૂની બોટલો ની રેલમ છેલ થઈ હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર અમદાવાદ હાઈવે પર ગણેશગઢ ગામ પાસે આજે સવારે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં રહેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રોડ ઉપર પડ્યો હતો અને દારૂની રેલમછેલ થઈ હતી. જ્યારે કારમાં બેઠેલા રાજસ્થાન ના સાંચોર જિલ્લાના મેઘવા ગામના જયકિશન એરાજરામ અને વિનોદકુમાર પ્રકાશ શાહુને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર. ટી .હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવવાની જાણ થતા જ વેળાવદર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે વિદેશી દારૂની 827 બોટલો અને બીયરની 15 પેટી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ માં ઈજા પામનાર બંને શખ્સો હાલ હોસ્પિટલમાં હોય તે ભાનમાં આવ્યા બાદ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરશે. આ બનાવવાની તપાસ પી .એસ. આઈ. એમ. સી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
(તસવીર : વિપુલ હિરાણી)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement