રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં યુવકને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં ફરાર જામનગરનો વ્યાજખોર ઝડપાયો

12:41 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટના માધાપર ગામના બસ સ્ટેશન પાસે સાત માસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જામનગરના લોહાણા યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જે ગુનામાં નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી સઘન પુછપરછ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડમાં રહેતા અને આર.ઓ.પ્લાન્ટની સર્વિસનું કામ કરતાં ધીરજ રમેશભાઈ પંચમતીયા (ઉ.28) નામના લોહાણા યુવકે ગત તા.1-1-2023ના બપોરે માધાપર ગામના બસ સ્ટેશન પાસે ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાર દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતુ.

Advertisement

આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે મૃતક યુવકના મોટાભાઈ દિવ્યેશ રમેશભાઈ પંચમતીયા (ઉ.34)ની ફરિયાદ પરથી જામનગર નવાગામ ઘેડમાં રહેતા વ્યાજખોર પૃથ્વીરાજસિંહ ભરતસિંહ કંચવા, લવ અગ્રાવત અને શ્યામ કુબાવત સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસ્તા ફરતાં આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ કંચવાની જામનગર પોલીસે ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસને હવાલે કરી દીધો છે. પોલીસની પુછપરછમાં આર.ઓ.પ્લાન્ટની સર્વિસનું કામ કરતાં લોહાણા યુવકે બનાવના બે વર્ષ પહેલા પૃથ્વીરાજ કંચવા પાસેથી કટકે કટકે આઠ લાખ રૂપિયા 15 ટકાના વ્યાજે લીધા હતાં. જે પેેટે સાત લાખ કટકે કટકે ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોર વધુ આઠ લાખની ઉઘરાણી કરી દરરોજ 1000 રૂપિયા આપવા પડશે તેમ કહી કોરા સ્ટેમ્પ પેપર પર તેની સહીઓ કરાવી લીધી હતી. અને કોરા ચેક લઈ વ્યાજના રૂપિયા નહીં આપે તો જામનગરમાં રહેવા નહીં દવું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

આ ઉપરાંત લવ અગ્રાવત પાસેથી 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. જે પેટે દરરોજ 2500 વ્યાજ ચુકવવાનું નક્કી થયું હતું. જે પેટે રોજ અઢી હજાર ચુકવ્યા હોવા છતાં 20 હજારના બદલામાં આરોપી દોઢ લાખની માંગણી કરી ધમકી આપતો હતો અને જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હોય તો કરી દે પરંતુ તારે રૂપિયા તો આપવા જ પડશે તેવી ધમકી આપતો હતો.
જ્યારે શ્યામ કુબાવત પાસેથી 10 ટકાના વ્યાજે 50 હજાર વ્યાજે લીધા હતાં. જે મુજબ દર મહિને 5000 છ મહિના સુધી વ્યાજ ચુકવ્યું હોવા છતાં 65 હજારની માંગણી કરી ધમકી આપતો હોય આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી યુવકે જામનગર છોડયા બાદ રાજકોટમાં સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement