For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલાયામાં અઢી વર્ષ પૂર્વેના ગંભીર ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

12:44 PM Mar 26, 2024 IST | Bhumika
સલાયામાં અઢી વર્ષ પૂર્વેના ગંભીર ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે અઢી વર્ષ પૂર્વે રાયોટીંગ, હત્યાના પ્રયાસ તેમજ મારામારીના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે એક દરગાહ પાસેથી દબોચી લીધો હતો.

Advertisement

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે-તે સમયે અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બોલી ગયેલી બઘડાટી તેમજ પોલીસ સાથે થયેલી અથડામણમાં કેટલાક શખ્સો દ્વારા પોલીસ ઉપર હુમલો કરી અને પોલીસના વાહનને નુકસાની કરવા સબબ અનેક શખ્સો સામે પોલીસે ગુનો નોંધી, કડક કામગીરી કરી હતી. આ દરમિયાન સલાયામાં જકાતનાકા પાસે રહેતા ફારુક ઉર્ફે કરીમ નૂરમામદ કાસમ સંઘાર નામના 33 વર્ષના શખ્સનું નામ પણ ખુલવા પામ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપી ફારુક ઉર્ફે કરીમ નૂરમામદ સંઘાર સલાયા નજીકના પરોડિયા રોડ પરની દરગાહ પાસે ઊભેલો હોવાથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આ અંગે તાકીદની કાર્યવાહી કરી, અને તેને દબોચી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આઈ.પી.સી. કલમ 307, 308 તેમજ રાયોટીંગ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, જી.પી. એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની જુદી-જુદી ગંભીર કલમ હેઠળનો આરોપી ફારુક સંઘાર અહીંથી નાસી છૂટ્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે બેંગ્લોર - કર્ણાટક તરફ નાસી છૂટ્યો હતો. જેની પોલીસે અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો સલાયા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement