રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો, મોટી સિધ્ધિઓ: મોદી

04:21 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

સંબોધનમાં અમૂલ બ્રાન્ડની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.

Advertisement

ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી, પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. અમૂલ એટલે ટ્રસ્ટ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ પણ.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઝાદી પછી ભારતમાં કેટલીક બ્રાન્ડનો ઉદય થયો હોવા છતાં અમૂલ જેવી કોઈ બ્રાન્ડ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમૂલ ભારતનાં પશુપાલકોની તાકાતનું પ્રતીક બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમૂલનો અર્થ થાય છે વિશ્વાસ, વિકાસ, લોકભાગીદારી, ખેડૂતોનું સશક્તીકરણ અને સમયની સાથે ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ. મોદીએ જણાવ્યું હતું કે, અમૂલ ભારતનું પ્રેરકબળ છે. વિશ્વના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ થાય છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ સંસ્થાની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને 18,000થી વધુ દૂધ સહકારી સમિતિઓ, 36,000 ખેડૂતોનું નેટવર્ક, દરરોજ 3.5 કરોડ લિટર દૂધની પ્રક્રિયા અને રૂૂ. 200 કરોડથી વધુના પશુપાલકોને ઓનલાઈન ચૂકવણીનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાનાં પશુપાલકોની આ સંસ્થા દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે, જે અમૂલ અને તેની સહકારી સંસ્થાઓની શક્તિનો ઉપયોગ કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમુલ એ પરિવર્તનનું ઉદાહરણ છે, જે દૂરંદેશીપણા સાથે લેવાયેલા નિર્ણયો દ્વારા લાવવામાં આવે છે. તેમણે યાદ કર્યું હતું કે, અમૂલની ઉત્પત્તિ સરદાર પટેલનાં માર્ગદર્શન હેઠળ ખેડા દૂધ સંઘમાં થઈ હતી. ગુજરાતમાં સહકારી મંડળીઓના વિસ્તરણ સાથે જીસીએમએમએફ અસ્તિત્વમાં આવ્યું. તેમણે કહ્યું હતું કે, નસ્ત્રઆ સહકારી મંડળીઓ અને સરકાર વચ્ચે સંતુલન જાળવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તથા આ પ્રકારનાં પ્રયાસોએ આપણને દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવી દીધો છે, જેમાં 8 કરોડ લોકોને રોજગારી મળી છે.સ્ત્રસ્ત્ર તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં આશરે 60 ટકાનો વધારો થયો છે અને માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં આશરે 40 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ડેરી ક્ષેત્ર વૈશ્વિક સરેરાશ 2 ટકાની સરખામણીએ દર વર્ષે 6 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ રૂૂ. 10 લાખ કરોડનાં ડેરી ક્ષેત્રમાં મહિલાઓની કેન્દ્રીયતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રનું ટર્નઓવર 70 ટકા સુધી મહિલાઓ દ્વારા સંચાલિત છે, જે ઘઉં, ચોખા અને શેરડીના સંયુક્ત ટર્નઓવર કરતા વધારે છે. આ નારી શક્તિ ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ છે.

Tags :
Amulgujaratgujarat newspm naredndra modi
Advertisement
Next Article
Advertisement