For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમ કોર્ટના તિરસ્કાર બદલ અમરેલીના PI રાવલને દંડ, મેજિસ્ટે્રટને માફીપત્ર લખાવી બિનશરતી માફી

11:23 AM Sep 03, 2024 IST | admin
સુપ્રીમ કોર્ટના તિરસ્કાર બદલ અમરેલીના pi રાવલને દંડ  મેજિસ્ટે્રટને માફીપત્ર લખાવી બિનશરતી માફી

સુરતના બિલ્ડરના રીમાન્ડ મુદ્દે દોષિત જાહેર થયેલા એડિ.ચીફ જયુડીશિયલ મેજીસ્ટે્રટ અને ડિઆઇ સુપ્રીમમાં હાજર થયા

Advertisement

સુરતના બિલ્ડર તુષાર શાહના કેસમાં સુપ્રીમ કોર્ટ અમરેલીના પી.આઇ. આર.વાય.રાવલ અને એડીશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટને દોષીત જાહેર કર્યા બાદ આ મામલે પી.આઇ રાવલને રૂ.25 હજારનો દંડ તેમજ એડીશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટે્રટને માફીપત્ર લખાવી માફ કર્યા હતા.

સિનિયર એડવોકેટ કે પરમેશ્વર અને મનીષ સિંઘવી પોલીસ ઇન્સ્પેકટર અને એડી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ વતી હાજર થઈ તેમણે વિનંતી કરી કે કોર્ટે સજા પસાર કરતા પહેલા સજા હળવી કરવા પર વિચાર કરવો જોઈએ.
ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયિક અધિકારીની સજાને દૂર કરવા માટે બેન્ચને વિનંતી કરી હતી. જેથી બેંચે કહ્યું હતું કે, અમે ગુજરાત રાજ્યમાં રિમાન્ડ અરજી દાખલ કરવાની પ્રથા અને નિષ્કલંક સર્વિસ રેકોર્ડને પણ ધ્યાનમાં લીધો છે. અમે નમ્ર દૃષ્ટિકોણ લઈએ છીએ અને તેણીની બિનશરતી માફી સ્વીકારીએ છીએ. જ્યાં સુધી આર.વાય રાવલનો સંબંધ છે, અમે રૂૂ.25,000 નો દંડ કરીએ છીએ.જસ્ટિસ બી.આર. ગવઈ અને સંદીપ મહેતાની બનેલી બેન્ચે મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફી સ્વીકારી હતી.

Advertisement

ઠાકોરજી ડેવલપર્સના બિલ્ડર અભિષેક ગોસ્વામીએ નોંધાવેલી 1.65 કરોડના ચીટિંગની ફરિયાદમાં વેસુ પોલીસે આરોપી એવા તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈ કાર્યવાહી કરતાં મામલો ગંભીર બન્યો હતો. આ સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. અધિકારીઓમાં તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત કોન્સ્ટેબલ પીઆઇ રાવલને નોટિસ આપવામાં આવી હતી.

જોકે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર, ડીસીપી, કોન્સ્ટેબલ અને અભિષેક ગોસ્વામીને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા છે. જ્યારે બીજી બાજુ પીઆઇ રાવલ અને એ઼ડિ.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કરી બીજી સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ કરાયો હતો. બંન્ને સુપ્રીમ કોર્ટમાં હાજર થયા ત્યારે કોર્ટ અમરેલીના પી.આઇ આર.વાય.રાવલને 25 હજારનો દંડ અને એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટને માફીપત્ર લખાવી માફી થઇ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement