અરવલ્લીના કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા લિકેજ, 60ને અસર
ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં જ ખેડા ગામના પ્રજાજનો સહિત આસપાસના લોકોના શ્વાસ રૂૂંધાતા અને આંખોમાં બળતરા થતાં જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ લીકેજ ગેસ આસપાસના પંથકમાં ગામોમાં ફેલાય તે પૂર્વે મોડાસા ફાયર ટીમના જવાનોએ પીપી કીટના ઉપયોગ વડે પાણીનો મારો ચલાવી મેઈન વાલ્વ બંધ કરી સ્થિતિ થાળે પાડી હતી. જોકે આ એમોનિયમ ગેસ લીકેજને લીધે એક બાળકીને સહિત ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને વાત્રક હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જોકે સમયસર લીકેજ બંધ કરાતાં આસપાસના 5 થી 9 ગામોના લોકોને આ ગેસની આડ અસરથી બચાવી શકાયા હતા.
અરવલ્લી જિલ્લાના ધનસુરા-બાયડ સ્ટેટ હાઈવે માર્ગે ખેડા ગામની સીમમાં આવેલા રાધે કોલ્ડ સ્ટોરેજમાંથી ગત રવિવારની રાત્રે 7 વાગ્યાની આસપાસ એમોનિયમ ગેસ લીક થતાં અને આ ગેસની વ્યાપક અસરને લઈ આસપાસના ગામોના લોકોને આંખોમાં બળતરા સહિત શ્વાસ રૂૂંધાવાની અસર વર્તાતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર ઓફીસર હેમરાજસિંહ વાઘેલા સહિત 5 જવાનોની ટીમ અને રેસ્ક્યુ વાન તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ગેસ લીકેજની સમસ્યા હલ થાય તે પૂર્વે આસપાસના ખેડા, નવાખેડા, રોહિતનગર, કામલી સહિતના પંથકમાં તેની અસર વર્તાવા માંડી હતી. અસરગ્રસ્તોને આંખમાં બળતરા, શ્વાસ રૂૂંધાવા સહિતની આડઅસરથી અસરગ્રસ્ત 50 થી 60 લોકો પૈકી એક નાની બાળકી સહિત 15થી વધુ લોકોને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ ઘટના છતાં કોલ્ડ સ્ટોરેજના માલિકો મોડે સુધી નહી ફરકતા અને તંત્રમાંથી માત્ર પોલીસ જ ઘટના સ્થળે આવતાં ગ્રામજનોમાં ભારે રોષ વર્તાયો હતો અને હલ્લાબોલ કર્યો હતો.
એમોનિયમ વધુ પડતો શ્વાસમાં જવાથી વ્યક્તિ કોમામાં જઈ શકે
એમોનિયમ એ એમોમિયાનું સંશોધન સ્વરૂૂપ છે. મોટેભાગે કોલ્ડ સ્ટોરેજ સહિત અન્ય એકમોમાં ભારે ઠંડકભર્યા વાતાવરણ જેવા એમોમિયા ગેસનો ઉપયોગ કરાય છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં જરૂૂરી મેઈન્ટેન્સના અભાવે આ ગેસ લીકેજની ઘટનાઓ બને છે. એમોનિયમ વાયુ હલકો વાયુ છે. જેની આડ અસરોમાં આંખે બળતરા થવી, શ્વાસ રૂૂંધાવો, શ્વાસોશ્વાસની ક્રિયા અતિ પ્રભાવિત થવી અને કેટલીકવાર ચક્કર ખાઈ પડવાથી માંડી વધુ પડતાં એમોનિયમ વાયુ શ્વાસમાં જવાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે એમ ફાયર ઓફિસર તેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.