અમિતાભની પૌત્રી નવ્યા નવેલી નંદા અમદાવાદ IIMમાં મળ્યું એડમિશન
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાં એડમિશન લીધુ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે IIM અમદાવાદમાં એડમિશન મેળવવું તેના માટે એક સપનુ સાકાર થવા જેવું હતું. સાથોસાથ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર IIM અમદાવાદના કેમ્પસની તસવીરો શેર કરી છે.
IIM અમદાવાદ દેશની ટોચની ખઇઅ કોલેજ છે. અહીં પ્રવેશ મેળવવો અઘરો છે. નવ્યા નવેલી નંદાએ IIM અમદાવાદના 2 વર્ષના બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP)માં પ્રવેશ લીધો છે.
મીડિયા રિપોર્ટસ મુજબ નવ્યાએ સેવેનોક્સ સ્કૂલ, લંડનમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. નવ્યાએ વિદેશની આ ખાનગી યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તે પ્રોજેક્ટ નવેલીની ફાઉન્ડર છે, આ ભારતમાં લૈંગિક અસમાનતા મુદ્દે લડવાની ખાસ પહેલ છે.
નવ્યા નવેલી નંદાએ IIM અમદાવાદમાં 2 વર્ષના કોર્સમાં એડમિશન લીધું છે. આ ફૂલ ટાઈમ કોર્સ છે. એટલે કે નવ્યા હવે બે વર્ષ અમદાવાદમાં રહીને તેનો કોર્સ પૂરો કરશે. નવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતાં જ તેના પર લાખો લાઈક્સ આવી છે. શ્વેતા નંદા અને શાહરૂૂખ ખાનની પુત્રી સુહાના ખાને પણ આના પર કમેન્ટ કરી છે. લોકો ભારતમાં રહેવા અને અભ્યાસ કરવાના તેના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.