For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિત શાહ બે દિવસ ગુજરાતમાં લોકાર્પણ-ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી

03:58 PM Aug 30, 2025 IST | Bhumika
અમિત શાહ બે દિવસ ગુજરાતમાં લોકાર્પણ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. 30 અને 31 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની આ મુલાકાત દરમિયાન ગણેશ મહોત્સવની મુલાકાત, હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, વૃક્ષારોપણ કાર્યક્રમ અને જનરક્ષક પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

Advertisement

અમિત શાહ 30 ઓગસ્ટના રોજ ગણેશ મહોત્સવના બે મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે 7.45 વાગ્યે ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત પશ્યામલ કા રાજાથ ગણેશ મહોત્સવમાં મૌર્યાંશ એલાન્ઝા, શ્યામલ ચાર રસ્તા, જોધપુર, અમદાવાદ ખાતે દર્શન કરવા જશે. ત્યારબાદ, રાત્રે 8.15 વાગ્યે સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત 40માં પવસ્ત્રાપુરના મહાગણપતિથ ગણેશ મહોત્સવમાં સરદાર પટેલ ચોક, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે દર્શન કરશે.

Advertisement

31 ઓગસ્ટના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સવારે 10.15 વાગ્યે, ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થશે.

10.35 વાગ્યે, ચાંદલોડિયા વોર્ડમાં નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. રાણીપ વોર્ડમાં સવારે 10.45 વાગ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે, અને એએમસી દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલ અર્બન ફોરેસ્ટ ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

અમદાવાદ શહેરના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીના પૌરાણિક મંદિરે અમિતભાઈ શાહ સવારે 11.30 વાગ્યે દર્શન કરશે. ત્યારબાદ, ટોરેન્ટ ગ્રુપ-યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુન:વિકસિત કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ સવારે 11.40 વાગ્યે કરવામાં આવશે. ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ બપોરે 12.15 વાગ્યે યોજાશે. ઉઈંઅક 112 અંતર્ગત શરૂૂ થઈ રહેલ પજનરક્ષક પ્રોજેક્ટથ ના લોકાર્પણ પ્રસંગે (જાહેર કાર્યક્રમ) સાંજે 4.30 વાગ્યે રામકથા ગ્રાઉન્ડ, હોટલ ડવેલી ની સામે, સેક્ટર-11, ગાંધીનગર ખાતે યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement