રવિવારે અમિત શાહ ગુજરાતમાં, જાહેરસભા સહિતના કાર્યક્રમો
ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રીમંડળમાં ફેરફાર અને પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે હવે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રવિવારે ગુજરાત આવશે અને 14મીના રોજ ભવ્ય કાર્યક્રમ સાથે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમિયાન અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બનેલા ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન શાહના હસ્તે થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્પ્લેક્સ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
ઉદ્ઘાટન અને જાહેરસભા બાદ અમિત શાહ સંગઠનની મહત્વપૂર્ણ બેઠકમાં પણ હાજરી આપી શકે છે. આવનારા ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક મજબૂતાઈ માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.