બોલબાલાની એમ્બ્યુલન્સ, બામણબોરનાં પ્લાયવુડનાં ડેલામાં ને યુનિવર્સિટી રોડ પર હેર સલૂનમાં લાગી આગ
રાજકોટ શહેર તેમજ આજુબાજુ ત્રણ જગ્યાએ આગના બનાવો બનતા આગના બનાવો બનતા ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી. આગના ત્રણેય બનાવવામાં કોઈ જાનહાનિ નથી પરંતુ નાની મોટી નુકસાની થયાના અહેવાલો મળે છે.
આગના પ્રથમ બનાવ અંગે મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજ નીચે તફિંયિં બફક્ષસ ની સામે બંધ પડેલી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં આજે સવારે આગ ભભૂકી હતી. પણ જાગૃત લોકોની જાણ પરથી ફાયર બ્રિગેડના વિપુલભાઈ વાયા, બાબુભાઈ ચાંચિયા, જયસુખભાઈ ધરજીયા, કિશન તેમજ ગજેન્દ્રસિંહ વગેરે દોડી ગયા હતા અને સતત 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી.
વિપુલભાઈ દિલીપભાઈ મકવાણાના કહેવા અનુસાર પુલ નીચે એકત્ર કચરો કોઈએ સળગાવતા આગમા જી જે 03 એ ટી 6151 નંબરની એમ્બ્યુલન્સ પણ ઝપટે ચડી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં કોઈએ જાણી જોઈને આગ લગાડી છે કે આ બનાવ અકસ્માતનું છે તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.
આગના બીજા બનાવની મળતી વિગતો મુજબ બામણબોર જીઆઇડીસી આર.કે ઇન્ડસ્ટ્રીઝ ઝ માં આવેલી ગજાનંદ પ્લાયવુડના ડેલામાં આજે સવારે અચાનક આગ લાગી હતી બનાવની જાણ પરથી ફાયર સ્ટેશનથી મહેશભાઈ, અરબાઝ ખાન, જીગ્નેશભાઈ અને ઇમરાન ભાઈ સહિતના ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડીને ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી. કોઈ જાનહાની થઈ નથી અને ડેલાના માલિક યશભાઈના કહેવા મુજબ આગનું કારણ જાણવા મળ્યું નથી પણ રૂપિયા 25 થી 30 હજારનું નુકસાન થયાનો અંદાજ છે. જ્યારે ત્રીજા બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર, પંચાયત ચોકથી આગળ, મયુર ભજીયા વાળી શેરીમાં આવેલ શુભધારા કોમ્પ્લેક્સમાં આવેલી પ્રેસિડેન્ટ હેર કેર નામની દુકાનમાં આજે એસીમાં શોક સર્કિટ થતામાં આગ લાગી હતી. તેમાં આશરે રૂપિયા એકાદ લાખનું નુકસાન થયાનું દુકાન માલિક સચિન ભાઈ પરમાર ફાયર બ્રિગેડ માં જાણ કરી હતી. બીજી બાજુ આગમાં એસી, ટીવી ટેબલ વિગેરે વસ્તુઓ બળી ગઈ હતી. બનાવની જાણ બાદ ફાયર બ્રિગેડ ટીમના સંજયભાઈ મકવાણા, મુકેશભાઈ ચૌધરી વિગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ બુજાવી દીધી હતી.