આંબેડકર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ સોશિયલ મિડિયામાં જ જાહેર કરાતા હોવાથી છાત્રો પરેશાન
- દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા હોવાની જાગૃત છાત્રોની ફરિયાદ
- અખબારોમાં પરીક્ષાની જાહેરાત ન કરવા પાછળ કોનું હિત સધાય છે ? વિદ્યાર્થી આગેવાનોનો પ્રશ્ર્ન
ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા દર વર્ષની પરીક્ષાનાં ફોર્મ કે જાણકારી અખબારોમાં જાહેર કરવાને બદલે માત્ર સોશિયલ મિડીયામાં જાહેર કરાતી હોવાથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતાં હોવાના આક્ષેપો થયા છે. જાગૃત વિદ્યાર્થી આગેવાન ભાવિન વિઠ્ઠલાપરા અને ભાજપના યુવા આગેવાન ડો.પરેશ રબારી દ્વારા શિક્ષણમંત્રી સુધીના સત્તાધિશોને લેખિત ફરિયાદો કરાઇ છે.
રજુઆતમાં આ બંન્ને આગેવાનોએ કહ્યુ છે કે, ઘણાં વિદ્યાર્થીઓએ તા.27-03-2023 ના રોજ માસ્ટર ઓફ આર્ટસ ઇન ગુજરાતમાં ફોર્મ ભરેલ હતું. જે ફોર્મ ભર્યા બાદ ડીસેમ્બર માસમાં એકઝામ ફોર્મ બહાર પડેલ હતા. અમુક છાત્રો પ્રાઇવેટ નોકરી કરતા હોવાથી સતત કામમાં વ્યસ્થ માહોલ વચ્ચે રહેતા હોય, આ એકઝામ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે.
કોઇ પણ કોલેજ કે યુનિવર્સિટીઓની જવાબદારી હોય છે કે કોઇ પણ જાતની પરીક્ષા બહાર પાડયે તેની જાહેરાતની વિદ્યાર્થિઓને તેમના ફોન નંબર પર ફોન કરી. વોટસ્એપમાં મેસેજ મોકલી અથવા તો દૈનિક અખબારોમાં જાહેરાત પ્રકાશિત કરી જાણ કરીએ. જો કે આ યુનિવર્સિટીમાં વર્ષોથી વિદ્યાર્થિઓ દ્વારા અનેક ફરિયાદી કરતા હોવા છતાં વિદ્યાર્થિઓને જાણ કરતા નથી. તેઓને આ બાબતે ફરિયાદ કરવા જતા તેઓ કહે છે કે "અમોએ ઇન્ટાગ્રામ, ફેસબુક મારફત જાહેરાત કરેલી જ છે, તેમાં તમારે જોતું રહેવું પડે” આવું કહી ફરિયાદોને અવગણે છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે નોકરીના બાકીના સમયગાળા દરમ્યાન આ માસ્ટર ઓફ આર્ટસ ઇન ગુજરાતીમાં કોર્મ ભરી માસ્ટરની ડીગ્રી મેળવવા માંગતા હોય. પરંતુ રાજકોટ ખાતે આવેલ સેન્ટરમાં અભ્યાસ કરતા આવા દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની. કોર્ષને લગત માહિતી. કોર્મ ભરવાની માહિતી જેવી અગત્યની માહિતીઓથી વંચિત રહે છે. જેના જવાબદાર માત્રને માત્ર રાજકોટના યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ બાબાસાહેબ આંબેડકર સેન્ટરના કર્મચારીઓ જ છે. જયારે જયારે આ સેન્ટર પર માહિતી મેળવવા જતા ત્યારે ત્યારે " વેબસાઇટ ચકાસી લો. વધુ માહિતી માટે અમદાવાદ આવેલ સેન્ટરનો સંપર્ક કરો" તેમ કહી વિદ્યાર્થીઓને અપમાનિત કરે છે.
RTIની અરજી પણ ન સ્વીકારતી હોવાનો આક્ષેપ
અહીંના સેન્ટર મારફતે આર.ટી.આઇ. અરજી પણ સ્વીકારવામાં આવેતી નથી. તા.2-2-2024 ના રોજ રાજકોટ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર સેન્ટરમાં આરટીઆઇ એકટ 2005 અન્વયે લેખિત અરજી આપવા ગયેલ હતા. જે અરજી અહીંના રાજકોટ સેન્ટરમાં બિરાજમાન સ્ટાફ દ્વારા સ્વીકારવાની ના પાડેલ છે. એટલુ જ નહી આ અરજી કયા સેન્ટરમાં કરવાની તેની પણ કોઇ જાતની માહિતી આપેલ નથી. ત્યારબાદ અમો દ્વારા વેબસાઇટ પરથી અમદાવાદ સેન્ટરના ફોન નંબર દારા ફોનમાં વાતચિત કરતા તેઓએ જણાવેલ કે પ્રાદેશિક કેન્દ્રો હોય તે જ કેન્દ્રો આ આરટીઆઇની માહિતી સ્વીકારી શકે છે. જેથી રાજકોટ ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર સેન્ટર પ્રાદેશિક છે કે નહી જો ન હોય તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ 2005 અન્વયે કયા સેન્ટર, ઇ-મેઇલ તથા કયા સરનામે અરજી કરવાની રહેશે તે જાહેર કરવું જોઇએ.